SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 97 આથી તમે અહિત મન અતિ મન વિલિ પ્રકરણ-૪ કરૂણાભાવના - હે જીવો ! કુમતરૂપી અંધકારના સમૂહથી જેમના નેત્રો અંજાઈ ગયા છે અને જેઓ સન્માર્ગને જોઈ-સમજી શકતા નથી, તેવા અંધ કુગુરુઓને માર્ગ (હિતાહિતનો માર્ગ) શા માટે પૂછો છો ? શું પાણીના માટલામાં દહીંની બુદ્ધિથી રવૈયો ફેરવવાથી માખણ મળી શકે છે ? ના જ મળે. તેમ કુગુરુથી સાચો માર્ગ ન જ મળે. - હે જીવો ! અનિવૃહિત મન વિવિધ ઉપાધિઓને પેદા કરે છે અને તે જ નિગૃહિત મન-સમાધિમાં સ્થિર થયેલું મન સુખ આપે છે, આથી તમે દુઃખને ન ઈચ્છતા હોવ તો જિનવચનના પરિશીલન દ્વારા મનને નિગૃહિત કરો. - હે જીવો ! અનાદિકાળથી મિત્રની જેમ આત્માની કેડે વળગેલા આશ્રવ, વિકથા, ગારવ અને કામવિકારોનો તમે ત્યાગ કરો અને સંવરરૂપ સાચા હિતકર મિત્રનો સંગ કરો ! જેથી તમારા આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોનો અને એ દુઃખોના મૂળ કર્મોનો નાશ થાય. - હે જીવોઆ ભવાટવીમાં અપાર રોગ સમુદાયને તમે શા માટે સહન કરો છો ? સમસ્ત જગતનો ઉપકાર કરવા દઢ સંકલ્પપ્રતિજ્ઞાવંત શ્રીજિનેશ્વર પરમાત્મારૂપી મહા ભાવવૈદ્યને જ તમે અનુસરો ! જેથી તમારા સમસ્ત દ્રવ્ય-ભાવ રોગો ઉપશમે અને તમને અપૂર્વ શાંતિની પ્રાપ્તિ થાય ! - હે જીવો ! તમે આ હિતકારી વચનોને હૃદયમાં અવધારીને સેંકડો સુખો-સુકૃતોના ભાગી બનાવનારા શાંતસુધારસનું પાન કરો ! - હે આત્મન્ ! તારા હૃદયમાં સર્વ જીવો પ્રત્યે કરુણાભાવ ધારણ કર ! તું નિરંતર ચિંતન કર કે, જગતના સર્વ જીવો સર્વ પ્રકારના દુઃખોથી કેમ કરીને મુક્ત થાય? આવી ભાવનાથી તને અપૂર્વ શાંતિની પ્રાપ્તિ થશે. - હે આત્મન્ ! તું નિરંતર ભાવના ભાવ કે, ઉન્માર્ગમાં ગયેલા જીવો પણ વહેલામાં વહેલા સન્માર્ગને પામે અને સન્માર્ગની આરાધના કરીને મોક્ષસુખને પામે !
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy