________________ ભાવનામૃતIઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પતિત કરી દોષોમાં નાખે, વૈચારિક અને કાયિક પતન કરી આપે, વિચારધારા બગાડે, તેને અકલ્યાણમિત્ર કહેવાય છે. 3 અકલ્યાણમિત્રના સંગથી થતા નુકશાનો... કલ્યાણમિત્રના સંગથી થતા લાભો... - અકલ્યાણમિત્રના સંગથી સૌથી પ્રથમ વૈચારિક પતન થાય છે. કારણ કે, તેની સાથેના વાર્તાલાપો આપણા વિચારોને અધોગામી બનાવે છે. તેની પાસે નબળી જ વાતો હોય છે. શાસ્ત્રદર્શિત તત્ત્વાનુસારી નહીં પણ સ્વછંદી-મનોકલ્પિત-કુસંસ્કારોથી વાસિત વિચારધારા હોય છે. એવી વિચારધારા અને તેના આધારે થતા વાર્તાલાપો અને કાર્યો આપણા વિચારોને દૂષિત કર્યા વિના રહેતા નથી અને વિચારો દૂષિત થતાં આખું વ્યક્તિત્વ દૂષિત બન્યા વિના રહેતું નથી. જ્યારે કલ્યાણમિત્રનો સંગ સૌથી પ્રથમ વૈચારિક ઉત્થાન કરી આપે છે. કારણ કે, તેના વચન અને પ્રવૃત્તિ ઉદાત્ત હોય છે તથા શાસ્ત્રદર્શિત તત્તાનુસારી હોય છે. કલ્યાણમિત્રના વાર્તાલાપો અને પ્રવૃત્તિઓ આપણા વિચારોને ઉદાત્ત બનાવે છે. જેનાથી નિયમા વૈચારિક ઉત્થાન અને કાયિક ઉત્થાન પણ થાય છે. વાર્તાલાપની એક જબરજસ્ત તાકાત હોય છે. તે અનાદિના કુસંસ્કારોને ઉત્તેજિત પણ કરી શકે છે અને કુસંસ્કારોનું આધાન પણ કરી શકે છે. આથી નબળા-શાસ્ત્રવિરુદ્ધ-સ્વછંદી-વિષયકષાયને વધારનારા વાર્તાલાપો મિથ્યાત્વાદિની કુવાસનાને ઉત્તેજિત કરે છે અને તેનાથી પ્રગટેલા ખોટા સંકલ્પ-વિકલ્પો મિથ્યાત્વજનિત-વૈષયિક-કાષાયિક વૃત્તિપ્રવૃત્તિમાં જોડવાનું કામ કરે છે. તેનાથી મિથ્યાત્વ-અવિરતિ-કષાયનું બળ વધે છે અને તેનાથી આત્મિક અધઃપતન થયા વિના રહેતું નથી. - સારા તત્ત્વગર્ભિત ધર્મપ્રેરક વાર્તાલાપોથી સુવિચારોની સમૃદ્ધિ વધે છે, સત્ત્વ ખીલે છે, ગુણોનો પક્ષપાત વધે છે. સત્રેરણા મળે છે. તેના ફલસ્વરૂપે સાધકની વૃત્તિ-પરિણતિ-પ્રવૃત્તિ ઉર્ધ્વગામી બને છે.