________________ 41 પ્રશ્નોત્તરી तन्मित्रायां स्थितो दृष्टौ सद्योगेन गरीयसा / અમારી ગુણસ્થાન પરમાનન્દવુતે રા” અર્થ : જેમ સ્ફટિક પદ્મરાગ મણિના સન્નિધાનથી લાલ પ્રભાને ધારણ કરે છે અને શ્યામફલના સાન્નિધ્યથી શ્યામ કાંતિને ધારણ કરે છે. તેમ મિત્રાદષ્ટિમાં રહેલો મુગ્ધ જીવ સાધુ સમાગમથી (કલ્યાણમિત્રના યોગથી) ગુણને ધારણ કરે છે તથા કુસંગથી (અકલ્યાણમિત્રના યોગથી) દોષને ધારણ કરે છે. - જેમ ઔષધિઓમાં અમૃત મુખ્ય છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ જૈનશાસનની અંદર ગુણોમાં પણ પુરુષોનો સમાગમ (કલ્યાણ મિત્રનો સંગ) મુખ્ય મનાય છે અર્થાત્ ગુણપ્રાપ્તિ માટેની અનેક કારણસામગ્રીમાં મુખ્ય કલ્યાણમિત્રનો સંગ છે. - (તેથી જ આગળ જણાવે છે કે-) જે અતિમૂઢ થયેલા જીવોને સપુરુષોના સમાગમ વિના ઉત્તમ યોગની સ્પૃહા છે, તે જીવોને, ખરેખર ખેદની વાત છે કે, નાવ વિના જ મહાસાગરને પાર કરવાની ઈચ્છા છે. કારણ કે, ગુણપ્રાપ્તિની કારણસામગ્રીમાં મુખ્ય કારણ તરીકે ગણાતા સાધુસમાગમ વિના એને ગુણ પામવા છે, તે ખરેખર નાવ વિના સમુદ્ર તરવાની ઈચ્છા કરવા જેવી અતિમૂઢતા છે. - તેથી મિત્રાદષ્ટિમાં રહેલો સાધક સત્સમાગમથી ગુણસ્થાનક ઉપર આરૂઢ થઈને પરમાનંદને પ્રાપ્ત કરે છે. - આ રીતે સાધના જીવનમાં કલ્યાણમિત્રની અત્યંત આવશ્યકતા છે. તેની વિશેષ વાતો આગળ કલ્યાણમિત્રના સંગના લાભોમાં કરીશું. - અકલ્યાણમિત્ર કોને કહેવાય? કલ્યાણમિત્રથી વિપરીત હોય તેને અકલ્યાણમિત્ર કહેવાય છે. જે મોક્ષમાર્ગની સામગ્રીથી દૂર લઈ જાય, કુસંસ્કારોને ઉત્તેજિત કરે, પાપવાસનાને ઉત્તેજિત કરે, કુપ્રવૃત્તિઓમાં પ્રેરિત કરે, ઉન્માર્ગ તરફ ધકેલે, ગુણોથી