________________ ભાવનામૃત-I મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન થયેલો (ઉખડેલો) ન હોવાથી અકલ્યાણમિત્રના યોગથી આંતરિક તાવ સમાન કોઈક ગુણાભાસ પ્રવર્તે છે. તાત્વિક ગુણોના પ્રાદુર્ભાવ પછી જ યોગમાર્ગમાં વિકાસ થાય છે. મિત્રાદષ્ટિમાં એની પ્રાપ્તિ ચાલું થઈ છે. છતાં પણ મિત્રાદૃષ્ટિના સાધક પાસે અંતરંગ સ્થિરતા હોતી નથી. તેથી જેવો સંગ મળે તેવો રંગ લાગી જવાનો સંભવ છે. એવી સ્થિતિમાં જો તેને અકલ્યાણમિત્રનો યોગ થઈ જાય તો તેનામાં ગુણાભાસ પ્રવર્તે છે અને એ ગુણાભાસ આગળની પ્રગતિ કરવામાં અવરોધક બને છે. અહીં ઉલ્લેખનીય છે કે, મિત્રાદષ્ટિમાં રહેલા જીવનો કદાગ્રહ (મિથ્યા આગ્રહ) ઘટતો જતો હોય છે. છતાં પણ મિથ્યાત્વની વિદ્યમાનતાના કારણે તે સંપૂર્ણપણે દૂર થયો નથી. તેથી જો તેને અકલ્યાણમિત્રનો યોગ થાય તો ઉન્માર્ગમાં પણ સન્માર્ગની અને અધર્મમાં પણ ધર્મની બુદ્ધિ ક્યારેક થઈ જાય છે અને એ રીતની પ્રવૃત્તિ પણ થઈ જાય છે અને આ ગુણાભાસની પ્રવૃત્તિ શરીરની અંદર રહેલા અવ્યક્ત તાવ જેવી સમજવી. આવી અવસ્થામાં મિત્રાદષ્ટિના સાધકે ગંભીરપણે પ્રયત્નપૂર્વક અકલ્યાણમિત્ર કોણ અને કલ્યાણમિત્ર કોણ ? એની તપાસ કરીને જ આગળ વધવું જોઈએ. જો કલ્યાણમિત્રનો યોગ થઈ જાય, તો તેનામાં જલ્દીથી ગુણવિકાસ થાય, તેવી યોગ્યતા તો રહેલી જ છે. - શ્રી મિત્રાબત્રીસીમાં આગળ મિત્રાદષ્ટિના સાધકની અવસ્થાનું વર્ણન કરતાં કહ્યું છે કે - મુથ: દ્યો તો ઘરે મુ તોd વિપર્યયાત્ | स्फटिको तु विद्यत्ते हि शोण-श्यामसुमत्विषम् // 29 // यथौषधीषु पीपूषं द्रुमेषु स्वर्द्वमो यथा / गुणेष्वपि सतां योगस्तथा मुख्य इहेष्यते // 30 // विनैनं मतिमूढानां येषां योगोत्तमस्पृहा / तेषां हन्त विना नावमुत्तितीर्षा महोदधेः // 31 //