________________ 39 પ્રશ્નોત્તરી છે કલ્યાણમિત્રની આવશ્યકતા : - અધ્યાત્મમાર્ગમાં પ્રવેશવા માટે કુસંસ્કારો, ખોટા અભ્યાસો (અનાદિની અવળી ચાલ), વિષય-કષાયના પ્રવાહમાં ઢળી જવાનો સ્વભાવ, દોષોની રૂચિ-પક્ષપાત, પાપની રૂચિ-પક્ષપાત, ધર્મની અરૂચિ આદિ પ્રતિબંધક બને છે અને સુસંસ્કારો, સારા અભ્યાસો, વિષયકષાયના પ્રવાહથી બચવાનો સ્વભાવ, ગુણોની રૂચિ-પક્ષપાત, ધર્મની રૂચિ-પક્ષપાત વગેરે સહાયક-અનિવાર્ય તત્ત્વો છે. ન કલ્યાણમિત્રના યોગથી.... કુસંસ્કારો નાથી શકાય છે. ખોટા અભ્યાસો ઉપર બ્રેક (રૂકાવટ) મૂકી શકાય છે. વિષય-કષાયના પ્રવાહથી બચી શકાય છે. દોષોની રૂચિ-પક્ષપાત દૂર કરી શકાય છે. પાપની રૂચિ તોડી શકાય છે. કારણ કે, કલ્યાણમિત્ર પાસેથી મળતા બોધ, પ્રેરણા અને હિતશિક્ષા દ્વારા જીવ એ બધા અસત્ તત્ત્વોના બળને તોડવા ઉત્સાહિત થાય છે. અસત્ તત્ત્વોનું બળ તો જાતે જ તોડવાનું છે. પરંતુ એ માટે જે બોધાદિની આવશ્યકતા છે, તે કલ્યાણમિત્ર પાસેથી મળે છે. આજ સુધીમાં અનંતા આત્માઓ મોક્ષમાર્ગમાં પ્રવેશીને વિકાસ સાધી પૂર્ણતાને પામ્યા છે, તેમાં મહત્ત્વની ભૂમિકા કલ્યાણમિત્રની રહી છે. - સંગ તેવો રંગ સાધના જીવનના પ્રારંભમાં તો વ્યક્તિઓનો સંગ ખૂબ અસર કરતો હોય છે. તેથી યોગમાર્ગની આદ્યભૂમિકા રૂપ મિત્રાદષ્ટિના સાધકને સપુરુષોનો સંગ કરવાનો અને ખરાબ પુરુષોનો સંગ છોડવાનું ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. શ્રી દ્વાત્રિશત્ દ્વાáિશિકા ગ્રંથની મિત્રા બત્રીસીમાં પાંચ શ્લોકમાં આ વિષય ઉપર જે પ્રકાશ પાડ્યો છે, તેને ક્રમશઃ જોઈશું. "गुणाऽऽभासस्त्वकल्याणमित्रयोगेन कश्चन / अनिवृत्ताऽऽग्रहत्वेनाऽभ्यन्तरज्वरसन्निभः // 28 // સારાંશ : મિત્રાદષ્ટિમાં (યોગની આઘભૂમિકામાં) કદાગ્રહ મૂળથી નિવૃત્ત