________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - બીજાધાનાદિ એટલે શું ? બીજાધાનાદિ ક્યારે થાય છે ? કલ્યાણમિત્ર કોને કહેવાય ? પ્રશ્ન : કલ્યાણમિત્ર કોને કહેવાય? મોક્ષમાર્ગમાં તેની આવશ્યકતા કેમ છે ? ઉત્તર : કલ્ય = આત્માનું શુદ્ધ સ્વરૂપ. કલ્યાણ = આત્માના શુદ્ધસ્વરૂપ = મોક્ષને પ્રાપ્ત કરાવનારી સામગ્રી. તે સામગ્રી સુધી પહોંચાડનારને કલ્યાણમિત્ર કહેવાય છે. ટૂંકમાં સંસારમાર્ગથી ઉઠાવીને મોક્ષમાર્ગ સુધી પહોંચાડે તેને કલ્યાણમિત્ર કહેવાય છે. ન કલ્યાણમિત્રનો યોગ પુણ્યથી થાય છે અને પ્રજ્ઞાપનીયતા આદિ ગુણોના સર્ભાવમાં સમ્યમ્ પુરુષાર્થના બળે એ ફળે છે. આ દૂષમા કાળમાં ચારે તરફ અશુભ આલંબનોની ભરમાર ઊભી થયેલી છે. અને અકલ્યાણમિત્રોનો રાફડો ફાટી નીકળ્યો છે. એવા અવસરે આપણા કલ્યાણની કામના રાખનારી વ્યક્તિ મળવી અત્યંત દુર્લભ છે. એમ છતાં, જો તે મળી જાય, તો આપણો પ્રબળ પુણ્યોદય છે, એમ સમજવું. - કલ્યાણમિત્રની ભૂમિકા ઉન્માર્ગથી- ખોટા માર્ગથી-આત્મઘાતક માર્ગથી પાછા વાળીને સન્માર્ગે-સાચા માર્ગે-આત્મહિતકર માર્ગે સ્થાપિત કરવાની છે. કલ્યાણમિત્ર તો સ્વભૂમિકા ભજવવા તત્પર હોય છે. પરંતુ એની હિતશિક્ષા-પ્રેરણાને ઝીલવા માટે સામે પક્ષે-આપણા પક્ષે પ્રજ્ઞાપનીયતા-સ્વહિતકામના આદિ હોવા જરૂરી છે. એ જેનામાં હોય, તેને કલ્યાણમિત્રનો યોગ ફળે છે અને પરિણામે એના આત્માનું ઉત્થાન થાય છે. જો પ્રજ્ઞાપનીયતા (સુખેથી બોધ પામી શકાય-વાળ્યો વાળી શકાય એવી અવસ્થા) હોય, તો જ તેને સન્માર્ગ પ્રત્યે પ્રેરિત કરી શકાય છે. અને ઉન્માર્ગથી પાછો વાળી શકાય છે. આથી કલ્યાણમિત્ર પુણ્યથી મળે છે અને સ્વપુરુષાર્થથી સફળ થાય છે.