________________ પ્રશ્નોત્તરી કલ્યાણમિત્રના યોગ (સંગ) વિના આત્મામાં બીજાધાનાદિ થતું નથી, એ નિયમ છે. - પૂર્વોક્ત શાસ્ત્રપાઠમાં મહત્ત્વની ત્રણ વાતો કરી છે - (1) મોક્ષાર્થી જીવે આત્મવિકાસ સાધવા માટે કલ્યાણમિત્રનો સંગ કરવો જોઈએ. (2) અકલ્યાણમિત્રનો સંગ અનર્થકારી છે અને (3) કલ્યાણમિત્રના યોગ(સંગ) વિના આત્મામાં બીજાધાનાદિ થતું નથી. - શાસ્ત્રકાર મહર્ષિએ પ્રારંભમાં જ આત્માની અનાદિકાલની અવળી ચાલને બદલવા માટે આજુબાજુનું વર્તુળ બદલવાની વાત કરી છે. કારણ કે, જીવ નિમિત્તવાસી છે. એને જેવો સંગ મળે તેવો રંગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે તથા જીવ પ્રારંભિક અવસ્થામાં એકલો રહી શકે તેમ નથી. તેથી તે કોઈને કોઈનો સંગ તો કરવાનો જ છે. એવી અવસ્થામાં જો અકલ્યાણમિત્રનો સંગ થઈ જાય, તો તેના સંગે આત્મામાં પડેલી અનાદિકાલીન કુવાસનાઓ ઉત્તેજિત થયા વિના રહેશે નહીં અને તેના કારણે જીવ કુવૃત્તિ-કુપ્રવૃત્તિના ચક્કરમાં અટવાઈ ગયા વિના રહેતો નથી. અને એને વશ બની જીવ પાપોથી ભારે બની જઈ મોક્ષમાર્ગથી દૂર-સુદૂર ચાલ્યો જાય છે. આથી ગુણોની સમૃદ્ધિને પામવા માટે (દોષોને પ્રગટાવનારા-વધારનારા) અકલ્યાણમિત્રનો સંગ છોડવો જોઈએ અને કલ્યાણમિત્રનો સંગ કરવો જોઈએ. - હવે અહીં નીચેના મુદ્દાઓની ક્રમશઃ વિચારણા કરીશું. - લ્યાણમિત્ર કોને કહેવાય ? કલ્યાણમિત્રની આવશ્યકતા. - અકલ્યામમિત્ર કોને કહેવાય ? - અકલ્યાણમિત્રના સંગથી થતા નુકશાનો. - કલ્યાણમિત્રના સંગથી થનારા લાભો. - કલ્યાણમિત્રના સંગ વિના કેમ બીજાધાનાદિ થતા નથી ?