________________ ભાવનામૃત- મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન હે કરુણાભાવનાનું ફળઃ જે જગતના જીવોના દ્રવ્ય અને ભાવ દુઃખોનો-વ્યાધિઓનો અભ્યાસ કરે છે અને એ દુઃખો-વ્યાધિઓને દૂર કરવાના ઉપાયોનું ચિંતવન કરે છે, તેને શું ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવતાં શ્રી “શાંતસુધારસ' ગ્રંથમાં કહ્યું છે કે, परदुःखप्रतीकारमेवं ध्यायन्ति ते हृदि / लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् // 15-7 // - જેઓ આ રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે) અન્ય જીવોના દુઃખ ટાળવાના ઉપાયો હૃદયમાં વિચારે છે, તેઓ પરિણામે સુંદર એવું નિર્વિકાર સુખ પામે છે. (કારણ કે, આ કરુણાભાવનાથી ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય છે અને હૈયામાં દયાના પરિણામો પુષ્ટ થાય છે. જે હિતની પરંપરા સજીને અંતે મોક્ષસુખને આપે છે.) 9 કરુણાભાવનાનું સામર્થ્યઃ - કરુણાભાવનાથી સાધકમાં પાપ-અકરણનો નિયમ પ્રગટે છે. કારણ કે, હૈયામાં રહેલા કરૂણારસથી જ પાપોથી દૂર રહેવા પુરુષાર્થ કરે છે. એના હૈયામાં “સર્વ જીવોના દુઃખો નાશ પામો' - આવી કરૂણા વિદ્યમાન હોવાથી તે સર્વ પ્રકારના પાપોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. - કરુણાભાવનાથી જે જીવો ઉપર કરુણા પ્રગટે છે, તે જીવોના ચિત્તની મલિનતા દૂર થાય છે. જેમ કે, મહાવીર પ્રભુની કરુણાએ ચંડકૌશિક સર્પના અપરાધભાવની નિવૃત્તિ કરી હતી. તે જ રીતે કરુણા ભાવના શત્રુ-મિત્ર આદિ તમામ જીવોના અપરાધભાવને દૂર કરી આપે છે. આથી જ ઉત્કૃષ્ટ કરુણાવંત યોગીઓના નિકટમાં આવેલા જાતિવેરી જીવો (ઉંદર-બીલાડા વગેરે) પણ વૈર ભૂલીને શાંત થઈ જાય છે. કરુણાભાવનાના બીજા લાભો આગળ પણ જણાવ્યા છે. 9 ઉન્માર્ગનું પ્રકાશન પણ કરુણાભાવના છે ? જગતમાં ચાલતા ઉન્માર્ગો, મિથ્યા વિકલ્પો અને કુવાદોને ખુલ્લા