________________ પ્રકરણ-૪ઃ કરૂણાભાવના દુઃખોને દૂર કરવા માટે સમ્યગુ ઉપાયોનું સેવન કરવું એ પરવિષયક કરુણા કહેવાય છે. (5) સ્વવિષયક કરુણા : પોતાના ભૌતિક (દ્રવ્ય) દુઃખોમાં સહનશીલતાદિ વધે અને આધ્યાત્મિક (ભાવ) દુઃખો (રાગાદિ દોષોની પીડા) નિવૃત્ત થાય એના માટે જે સમ્યગૂ ઉપાયોનું સેવન કરવું, એ સ્વવિષયક કરુણા છે. (6) સ્વભાવ જન્ય કરુણા : સાતમા ગુણસ્થાનકથી સ્વભાવ જન્ય કરુણા હોય છે. (7) વ્યવહારિક કરુણા : દુઃખી જીવોને અન્ન-જળ-વસ્ત્ર-સ્થાનઆસન આદિ બાહ્ય સામગ્રી આપવી તે વ્યવહારિક કરુણા છે. (8) નૈશ્ચયિક કરુણા : આત્માનો શુભ અધ્યવસાય એ નૈક્ષયિક કરુણા છે. - વ્યવહારિક અને શૈક્ષયિક કરુણા પરસ્પર પૂરક છે. ક્યારેક શુભ અધ્યવસાયો પહેલાં પેદા થાય છે અને પછી કરુણાની પ્રવૃત્તિ થાય છે. ક્યારેક અન્નાદિ પ્રદાનની પ્રવૃત્તિ પહેલી થાય છે અને પછી શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે અથવા વૃદ્ધિ થાય છે. - “મારા જ દુઃખો નાશ પામો” આવી વૃત્તિના બદલે “સર્વ જીવોના દુઃખો નાશ પામો આવી ભાવના એ કરુણાનું હાર્દ છે. “સર્વ જીવોના દુઃખો નાશ પામો’ આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે બીજાનો અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ આપોઆપ ચાલી જાય છે. જેનાથી આધ્યાત્મિક પરિણતિઓની પ્રાપ્તિ અને સુરક્ષા સરળ બને છે. - કરુણારસની પ્રચંડતાના કારણે જ શ્રીતીર્થકર દેવોના આત્માઓ પૂર્વના ભવમાં તીર્થકર નામકર્મનો બંધ-નિકાચના કરે છે. - સર્વે ધર્મો દયારૂપી નદીના કાંઠે જ વિકસે છે અને “દયા' ને આત્મસાત્ કરવા માટે અનેક ઉપાયોમાં કરુણા અગ્રિમ સ્થાને રહેલી છે.