________________ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - આ રીતે પૂર્વનિર્દિષ્ટ દુઃખોથી પીડિત જીવોના દુઃખોને દૂર કરવાની ભાવનાને કરુણા કહેવાય છે. હ કરુણાના અનેક પ્રકાર દુઃખી જીવોનું દુઃખ દૂર થાઓ- બધા જ જીવો આત્મતુલ્ય હોવાથી બીજાનું દુઃખ તે મારું છે - ઈત્યાદિ ભાવના તે કરુણાભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે. અનુ = પછી અર્થાત્ બીજાનું દુઃખ જોયા પછી “કંપ' એટલે તે દુઃખ દૂર કરવાની હૃદયમાં થતી લાગણી, તેને અનુકંપા કહેવાય છે. દુઃખી જીવોને જોઈને કરુણાવંત પુરુષોને હૃદયમાં કંપ ઉત્પન્ન થાય છે. અને એ દુઃખોને દૂર કરવાની હૈયામાં તાલાવેલી જાગે છે. તેને જ કરુણા કે અનુકંપા કહેવાય છે. તથા બીજાને દુઃખ ન પહોંચે એ રીતે વર્તવું તે દયા છે. - માર્ગાનુસારી જીવોમાં આ કરુણા ઉત્પન્ન થાય છે. - આ કરુણાના અપેક્ષાએ આઠ પ્રકાર પાડી શકાય છે. (1) દ્રવ્ય કરુણા : દુઃખી જીવોને જોઈને તેનાં દુઃખ દૂર થાય એ માટે તેને અન્ન-વસ્ત્રાદિ આપવા તે દ્રવ્ય કરુણા છે. (2) ભાવ કરુણા : દુઃખી જીવોને જે દુઃખ છે, તે દુઃખનું મૂળ અધર્મ-પાપ-ઉન્માર્ગમાં પ્રવર્તન છે. તે અધર્મ-પાપ-ઉન્માર્ગથી જીવોને ધર્મ-સન્માર્ગમાં લાવવા ઉપદેશાદિ આપવા એ ભાવકરુણા છે. (3) સંવેગ જન્ય કરુણાઃ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે દુઃખી જીવો ઉપર જે કરુણા હોય તે સંવેગજન્ય કરુણા છે. (સાતમા ગુણસ્થાનકથી કરુણાભાવના બોધ સ્વરૂપે હોય છે. દુઃખી જીવોના દુઃખોને દૂર કરવાની ઈચ્છા-પ્રવૃત્તિરૂપે હોતી નથી. આ ચારે ભાવના માટે સમજવું. તે પૂર્વે મૈત્રીભાવનાની પ્રશ્નોત્તરીમાં જણાવેલ છે.) (4) પરવિષયક કરુણા: બીજાના દ્રવ્ય અને ભાવ એમ ઉભય