________________ પ્રકરણ-૪ઃ કરૂણાભાવના 89 કૂરહદયવાળા શત્રુઓ રોગ, ભય, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવીને એમાં ધૂળ નાંખે છે, અર્થાત્ એના કાલ્પનિક સુખમાં વિદન નાંખે છે. - વળી, આ સંસારમાં કેટલાક જીવો પરસ્પર સ્પર્ધામાં ઉતરે છે અને સતત ઉચાટ-અજંપામાં રહે છે. કેટલાક જીવો ક્રોધથી દગ્ધ થઈ હૈયામાં એકબીજાના ઈષ્ય-અદેખાઈ ધારણ કરે છે અને સતત સંતપ્ત રહે છે - બળતરાનો અનુભવ કરે છે. કેટલાક જીવો ધનયુવતિ-પશુ, ક્ષેત્ર કે ગામને નિમિત્તે પરસ્પર યુદ્ધ કરે છે અને એકબીજાને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે... કેટલાક જીવો લોભને વશ બની દૂર દેશાંતરમાં રખડે છે અને ડગલે ને પગલે વિપત્તિઓનો ભોગ બને છે તથા ક્લેશો અનુભવે છે. આ રીતે સેંકડો પ્રકારે અરતિ-ઉદ્વેગ વડે આ સમગ્ર વિશ્વ આકુળ-વ્યાકુળ બનેલું જોવા મળે છે. - સંસારમાં જીવો પોતાના હાથે ખાડો ખોદીને તેની અંદર એવી રીતે પડે છે કે, તેમાંથી બહાર નીકળવાની વાત તો દૂર રહી, પણ તેઓ નીચે ને નીચે ઉતરી રહ્યા છે અને ક્યાંય અટકતા નથી. - આ સંસારમાં પ્રાણીઓ નાસ્તિક વગેરે વાદોની કલ્પના-રચના કરીને પ્રમત્તભાવનું પોષણ કરે છે અને દોષોથી બળેલા-દાઝેલા-ઝળેલા રહીને નિગોદ-નરક વગેરેમાં ઉતરી જઈને અપરંપાર દુઃખોને સહન કરે છે. અર્થાત્ સ્વકપોલકલ્પિત ઉન્માર્ગને સ્વચ્છંદપણે સ્થાપનારા મલિન આશયવાળા વાદી લોકો રાગ-દ્વેષાદિ દુષ્ટ વિકારોને સેવવાના કારણે નીચે ગતિમાં ઉતરીને બહુ દુઃખી થાય છે. આ સંસારમાં એવા પણ લોકો છે કે, જેઓ હિતોપદેશને સાંભળતા જ નથી અને લેશમાત્ર ધર્મને મનમાં વસવા દેતા નથી. તેમના અત્યંતર આ રોગ દુઃખની તો શી વાત કરવી ? તે રોગ તો કઈ રીતે દૂર થાય ! તેમના માટે તો આ એક જ ઉપાય છે, (અર્થાત્ તે જીવો પ્રત્યે કરૂણા ભાવના રાખવી એ જ એકમાત્ર ઉપાય છે.)