________________ પ્રકરણ-૪ : કરૂણાભાવના 93 પાડીને, જગતના જીવોને એનાથી બચાવી લેવા એ મોટામાં મોટી ભાવકરુણા છે. તે જ રીતે ઉન્માર્ગના પ્રવર્તકોને ખુલ્લા પાડી જીવોને તેમનાથી દૂર કરવા એ પણ ભાવકરુણા છે. આથી જ શ્રી શાંતસુધારસમાં અવિવેકી ગુરુનો ત્યાગ કરવાનું કહ્યું છે. સંસારના અન્ય દુઃખો તો જીવોને તે ભવ પૂરતા પીડાદાયક બને છે, પરંતુ ઉન્માર્ગનું સેવન અને કુગુરુનો સંગ તો એમને ભવોભવ માટે અનર્થકારી બનવાના છે. તેથી જીવોને ઉન્માર્ગથી પાછા ફેરવવાની ભાવદયા રાખવી એ મોટામાં મોટી કરુણા છે. 5 અવિવેકી ગુરુનો ત્યાગ કરવો : અનર્થકારી એવા અવિવેકી ગુરુનો ત્યાગ કરવાનું જણાવતાં શ્રી શાંતસુધારસમાં કહ્યું છે કે, परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् / सुगुरुवचः सकृदपि परिपीतं, प्रथयति परमानन्दं रे // 15-3 // कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् / दधिबुद्ध्या नर ! जलमन्थन्यां, किमु निदधत मन्थानं रे // 15-4 // - હે આત્મન્ ! જે મતિમંદ-મુગ્ધ જીવોને સંસારમાં રઝળાવે છે - ભ્રમમાં નાંખે છે, તેવા હિતાહિતને ન સમજનારા અવિવેકી ગુરુનો પરિહાર જ કરવો જોઈએ અને સદ્ગુરુ મહાત્માનું વચન એક વાર પણ પીધું હોય તો તે પરમ આનંદને વિસ્તારે છે. વળી આત્મન્ ! કુમત રૂપી અંધકારના સમૂહથી જેના નેત્રો અંજાઈ ગયા છે, તેવા અંધ કુગુરુઓને માર્ગ (હિતાહિતનો માર્ગ) શા માટે પૂછો છો ? હે આત્મન્ ! પાણીથી ભરેલી દોણીમાં (માટલામાં) તમે દહીંની બુદ્ધિથી મંથાન (રવૈયો) શા માટે ફેરવો છો ? એમાંથી તમને કશું નહીં મળે, આથી કુગુરુનો ત્યાગ કરવો જોઈએ. કારણકે, જેમ પાણીમાંથી માખણ નથી મળતું, તેમ કુગુરુથી લાભ થતો નથી.