________________ 64 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રકરણ-૩ પ્રમોદભાવના ગુણવાન જીવોના ગુણો જોઈને આનંદ થાય, હૈયુ હર્ષથી ભરાઈ જાય અને ગુણવાન જીવો પ્રત્યે બહુમાનભાવ પ્રગટે, એ પ્રમોદભાવના છે. પ્રમોદભાવનાનું સ્વરૂપ જણાવતાં “યોગશાસ્ત્ર' ગ્રંથમાં કહ્યું છે કે, “અપસ્તાશેષોષાપ, વસ્તુતત્ત્વવત્નોવિનામ્ | મુળપુ પક્ષપાતો ય, સ પ્રમોઃ પ્રકાર્તિતઃ ૪-શા” - સર્વ દોષોને દૂર કરનારા અને સઘળાયે પદાર્થોના સ્વરૂપને જોનારા ગુણવાન પુરુષોના ગુણોનો પક્ષપાત કરવો, તેને પ્રમોદ ભાવના કહેવાય છે. મારા-પારકાનો પક્ષપાત રાખ્યા વિના જગતના તમામ જીવોના ગુણોની અનુમોદના કરવી જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્માઓ, શ્રીસિદ્ધ પરમાત્માઓ, શ્રીઆચાર્યભગવંતો, શ્રીસાધુભગવંતો-સાધ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, સમ્યગ્દષ્ટિજીવો અને માર્ગાનુસારી જીવો તથા અન્યદર્શનના જીવોના માર્ગાનુસારી ગુણોની અનુમોદના આ પ્રમોદભાવનામાં કરવાની છે. આ જગતમાં શ્રી તીર્થકરોના આત્માઓ જેવા બીજા કોઈ સર્વોત્તમ ગુણવાન આત્મા નથી. તેમનો મહાન ગુણ છે, માર્ગદશકપણું. તેઓ જગતને સાચો માર્ગ બતાવનારા છે. અપૂર્વ દેશના દ્વારા જગતને સાચો હિતનો માર્ગ તેઓ બતાવે છે. તે ગુણની વારંવાર અનુમોદના કરવાની છે. અનંત કરુણા અને નિર્વ્યાજ પરોપકારભાવનાથી તેઓશ્રી તીર્થંકરનામકર્મનો બંધ કરે છે અને તેના સહારે તીર્થની સ્થાપના કરે છે. 9 શ્રી તીર્થંકરો પ્રત્યે પ્રમોદભાવના : તેઓશ્રીની અનુમોદના કરતાં શ્રી “શાંતસુધારસ' માં કહ્યું છે કે, धन्यास्ते वीतरागाः, क्षपकपथगति-क्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः, सहजसमुदितज्ञानजाग्रद्विरागाः /