________________ 63 પ્રશ્નોત્તરી સંબંધી હિતચિંતા સ્વરૂપ મૈત્રીભાવના નિરંતર સેવવી જોઈએ. તે જ એકાંતે આત્માને હિતકારક છે. જીવો પ્રત્યેનો દ્વેષભાવ કે વેરભાવ તો આત્માને અત્યંત અનર્થકારી છે. આથી શાંતસુધારકારની હિતશિક્ષાને પુનઃ યાદ કરી લઈએ કે, "सर्वत्र मैत्रीमुपकल्पयात्मन्, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः / શિદિનચ્છનિ નીવિડમિન, જિં વિદ્યારે વૈથિયા પમિન શરૂ-જા” - - હે આત્મન્ ! સર્વ જીવો ઉપર મૈત્રીભાવ ધારણ કર ! આ જગતમાં કોઈપણ જીવને શત્રુ ન માન ! થોડાક દિવસ ટકી રહેનારા આ જીવનમાં અન્ય જીવો ઉપર વૈરભાવ રાખીને શા માટે ખેદને ધારણ કરે છે ? 5 મૈત્રીભાવનાથી થતા લાભ H - મૈત્રીભાવનાથી.. ચિત્તવૃત્તિ ઉદાત્ત-ઉજ્વળ બને છે. - હૈયામાં વિશ્વવત્સલતાનો ભાવ પ્રાદુર્ભાવ પામે છે. - હૈયાની સંકુચિતતા નાશ પામે છે. હૈયું ઉદાર બને છે. - દ્વેષ-ઈર્ષ્યાદિ દુર્ભાવો મનમાંથી વિદાય લે છે. - કોઈની સાથે વૈરભાવ બંધાતો નથી. - ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે અને તે અખંડિત બને છે. - અધ્યાત્મમાર્ગમાં ખૂબ વિકાસ થાય છે. - મનમાં અન્ય જીવો માટે ચાલતા ખોટા ચિંતનો બંધ થાય છે અને તેથી મલિન ભાવો ઉત્પન્ન થતા નથી. - “વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના ચિત્તમાં પુષ્ટ થાય છે. જેનાથી સ્વ-પર ઉભયને શાંતિ મળે છે. હવે પ્રમોદભાવના અંગે વિચારીશું.