________________ પ્રશ્નોત્તરી 49 પોપટનું ઉદાહરણ આપીને સંગ જન્ય અસરો ઉપર પ્રકાશ પાથર્યો છે. કાદબંરી અટવી છે. ત્યાં એક વિશાળ વડલો છે. એની બખોલમાં બે પોપટ રહેતા હોય છે. બંને એક જ માની કૂખે જન્મેલા છે. તે બંનેમાંથી એક પોપટને મ્લેચ્છ લોકો પોતાના ઘરે લઈ જાય છે અને પર્વતની નજીકમાં રહેલી પલ્લીમાં એ રહે છે અને મોટો થાય છે અને એનું “ગિરિશુક' નામ પડે છે. મ્લેચ્છોના સંગને કારણે તેમની જેમજ એ ક્રૂર અધ્યવસાયવાળો થાય છે. બીજો પોપટ પુષ્પોથી સમૃદ્ધ તાપસના આશ્રમમાં રહે છે. અને મોટો થાય છે અને એનું નામ “પુષ્પશુક’ પડે છે. તે તાપસીના સંગના કારણે ધર્મમાં પરાયણ બને છે. એકવાર વસંતપુર નગરનો કનકકેતુ રાજા વિપરીત શિક્ષાવાળા અશ્વને કારણે બ્લેચ્છોની પલ્લીની પાસે આવી જાય છે. તે વખતે ત્યાં વૃક્ષ ઉપર બેઠેલા પ્લેચ્છોના સંગથી ક્રૂર બનેલા “ગિરિશુક' પોપટને એ રાજા દૃષ્ટિપથમાં આવે છે, ત્યારે પોપટ જોરજોરથી બોલવા લાગે છે કે, હે મ્લેચ્છો ! આ રાજા આવ્યો છે, તેને તમે ગ્રહણ કરી લોપકડી લો અને બંધનગ્રસ્ત બનાવો. આ સાંભળીને રાજા વિચારે છે કે, આ પક્ષી પણ મ્લેચ્છોના જેવું જ ક્રૂર છે. આથી આ પ્રદેશને તુરંત છોડી દેવો જોઈએ. એમ વિચારીને તે ત્યાંથી તુરંત નીકળી જાય છે અને તાપસના આશ્રમમાં જાય છે. ત્યારે આશ્રમમાં રહેલો “પુષ્પશુક' પોપટ રાજાને આવેલા જોઈને તાપસકુમારોને ઉદ્દેશીને બોલે છે કે, હે તાપસકુમારો ! આપણા આશ્રમમાં થાકેલા અતિથિ આવેલા છે અને તે ચારે આશ્રમના ગુરુ એવા રાજા છે. તમે તેને શીધ્ર આસન આપો અને અતિથિધર્મને સેવો. આ રીતે તાપસકુમારોને એ અતિથિધર્મનું પાલન કરવા પ્રોત્સાહિત કરે છે. અને પ્રોત્સાહિત થયેલા કુમારો પણ અતિથિનું સન્માન આદિ કરે છે.