________________ 5O ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ત્યારબાદ ભોજનાદિથી નિવૃત્ત થયેલો અને સ્વસ્થ બનેલો રાજા તાપસકુમારોને ગિરિશુક અને પુષ્પશુકના વૃત્તાંતને જણાવે છે અને તાપસકુમારોને પ્રશ્ન કરે છે કે, એક જ જાતિમાં અને એક જ માતાની કુખે જન્મેલા આ બે પોપટની ભાષા-વૃત્તિમાં આટલું અંતર કેમ પડે છે? ત્યારે તાપસકુમારો ઉત્તર વાળતાં કહે છે કે, હે રાજન્ ! “આ બધો પ્રભાવ સંસર્ગનો છે. સંસર્ગથી જ ગુણ-દોષ પ્રગટે છે. તે બે પક્ષિના માતા અને પિતા એક જ છે. પરંતુ એક પોપટને અમે અહીં લાવ્યા અને એ અમારા સંસર્ગમાં રહ્યો. તેથી તેનામાં સુજનતા પ્રગટી અને બીજા પોપટને મ્લેચ્છો લઈ ગયા અને એ એમના સંગમાં રહ્યો, તેથી તેનામાં દુર્જનતા-કૂરતા પ્રગટી છે. આથી હે રાજન્ ! સંસર્ગથી જ ગુણ-દોષ પ્રગટે છે, એ અનુભવસિદ્ધ વાત છે. તેથી આત્મહિત સાધવું હોય તેણે દુરશીલનો સંગ છોડીને સુશીલ સાથે સંબંધ બાંધવો જોઈએ. સુશીલના સંવાસમાં જ રહેવું જોઈએ. પ્રશ્ન : મૈત્રીભાવના (અને બાકીની ત્રણ ભાવના પણ) ક્યાં સુધી ભાવવાની છે ? ઉત્તર : મૈત્રીભાવના છઠા ગુણસ્થાનક સુધી ભાવવાની છે. તે એક પ્રકારનો પ્રશસ્ત રાગ જ છે. સાતમા ગુણસ્થાનકે મૈત્રી આદિ ચારે ભાવનાઓ બોધસ્વરૂપે હોય છે, એમ બત્રીસી ગ્રંથમાં પૂ. મહોપાધ્યાયશ્રીજીએ કહ્યું છે. જ્યાં સુધી જીવોનું અહિત કરવાની ભાવના ઉભી થવાની શક્યતા હોય છે, ત્યાં સુધી તે અહિતકારી ભાવનાને અટકાવવા સર્વ જીવોના હિતની ભાવના ભાવવાની છે. બીજા જીવોનું અહિત કરવાની ભાવના, ગુણવાન જીવો પ્રત્યે ઈર્ષ્યા-અસૂયા, દુઃખી જીવો પ્રત્યે ઉપેક્ષા અને ક્રૂર-દુર્ગણી જીવો પ્રત્યે દુર્ભાવ - આ બધા મલિન ભાવો ધર્મધ્યાનને ખતમ કરી નાખે છે અને અધ્યાત્મની પરિણતિઓનો નાશ કરે છે. તેથી જ્યાં સુધી એવા મલિન ભાવો પેદા કરનારા કર્મો-કુસંસ્કારો