________________ પ્રશ્નોત્તરી 51 આત્મામાં વિદ્યમાન છે, ત્યાં સુધી તેના પ્રવાહને અટકાવવા મેત્રીપ્રમોદ-કરુણા અને મધ્યસ્થભાવના ભાવવાની છે. સાતમા ગુણસ્થાનકે નિર્વિકલ્પ દશા હોય છે. તેથી જીવો પ્રત્યે આ અનુકૂળ અને આ પ્રતિકૂળ, આ સારો અને આ ખરાબ, આ ગુણવાન અને આ નિર્ગુણ વગેરે કોઈ વિકલ્પો જ ઉભા થતા નથી અને તેથી પૂર્વનિર્દિષ્ટ દુર્ભાવનાઓ પણ પેદા થતી નથી. માત્ર તે સાધક જગતના જીવોને જુએ છે અને જાણે છે. તેમના માટે પૂર્વનિર્દિષ્ટ કોઈ વિકલ્પધારા ઉભી થતી જ નથી. તેથી સાતમા ગુણસ્થાનકે મૈત્રી આદિ ભાવનાઓ બોધ સ્વરૂપે હોય છે. પરંતુ હિતભાવના આદિ સ્વરૂપે હોતી નથી. પ્રશ્ન : તમે પૂર્વે જણાવેલ કે, પ્રશસ્ત દ્વેષ અને મૈત્રી-કરૂણા ભાવના આદિ સાથે રહી શકે છે, તો એના કોઈ ઉદાહરણો આપશો ? ઉત્તર શાસ્ત્રમાં પૂ.શ્રી વિષ્ણુમુનિવરનું દૃષ્ટાંત આવે છે. તેઓશ્રીએ સાધુઓના દ્વેષી નમુચિ મંત્રીને સજા કરી હતી. તેઓશ્રી કરૂણાના સાગર હતા. પરંતુ નમુચિના કરતૂતો જાણીને એમને પ્રશસ્ત દ્વેષ પેદા થયો હતો અને તેમને સજા કરી હતી. બીજું ઉદાહરણ પૂ.કાલિકાલસૂરિ મ.નું છે. તેમને સાધ્વીનું અપહરણ કરનાર ગર્ભભિલ રાજા ઉપર પ્રશસ્ત દ્વેષ ઉત્પન્ન થયો હતો. અને રાજાને સજા કરી હતી તથા સાધ્વીજીની રક્ષા કરી હતી. ત્રીજું શ્રીવાલમુનિનું ઉદાહરણ છે જે આગળ આવશે. વિવેકી આત્માઓ શાસનના સિદ્ધાંતો અને શાસનના તારક અંગોની સુરક્ષા માટે પ્રશસ્ત દ્વેષનો આશરો લે છે. છતાં પણ તેઓ અંદરથી તો સમરસમાં જ ઝીલતા હોય છે. કોઈને પણ માટે હૈયામાં નબળી ભાવના હોતી નથી. આથી જેમાં વિવેક ચૂકાય નહીં અને હૈયામાંનો સમરસ નંદવાય નહીં, તે જ ઠેષ પ્રશસ્તની કોટીમાં આવે છે. વિવેક ચૂકાઈ જાય અને અંગત રાગ-દ્વેષને આધીન બનીને હૈયાનો સમરસ નંદવાઈ જાય, તે દ્વેષ અપ્રશસ્તની કોટીમાં આવે છે - તે યાદ રાખવું.