________________ પર ભાવનામૃતઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રશ્ન : જગતના જીવોમાં તમે ઘણા વિભાગો પાડ્યા. ગમે તેનો સંગ કરવાની ના પાડી. યોગબિંદુ ગ્રંથમાં તો યોગસાધનાના ફલસ્વરૂપે સાધકને જગતના તમામ જીવો ઉપર અકૃત્રિમ સ્નેહ પ્રગટે છે, એમ જણાવ્યું છે. તો અમારે તમારી વાત અને યોગબિંદુ ગ્રંથની વાતને કઈ રીતે સંગત કરવાની ? ઉત્તર : યોગસાધનાના ફલસ્વરૂપે જગતના જીવો પ્રત્યે અકૃત્રિમ (નિર્વાજ-નિઃસ્વાર્થ અને નિર્દભ) સ્નેહ પ્રગટે છે, તે વાત સાચી છે. છતાં પણ તે પણ એક પ્રકારની સદ્ભાવના જ છે. દરેક જીવો પ્રત્યે નિર્વાજ-અકૃત્રિમ-સ્વાભાવિક સ્નેહ = વાત્સલ્ય જરૂર હોય છે. પરંતુ જીવો સાથેનો વ્યવહાર તો શાસ્ત્રનિર્દિષ્ટ ઔચિત્યવાળો જ હોય છે. તે અવસ્થામાં સર્વ જીવોને આત્મતુલ્ય અને સત્તાની અપેક્ષાએ જ્ઞાનાદિથી સંપૂર્ણ તરીકે જોવાની દૃષ્ટિ વિકસેલી હોય છે. તેના કારણે જીવોની વર્તમાનની વિષમ-વિકૃત દશા યોગીઓની દૃષ્ટિમાંથી ઓઝલ થઈ ગયેલી હોય છે. તે આત્મતુલ્ય દૃષ્ટિથી જ જગતના જીવો ઉપર અકૃત્રિમ સ્નેહ વહેતો હોય છે. બીજી વાત, તે યોગીઓ તો અંતર્મુખી હોય છે. તેમને સ્નેહનું સંપાદન કરવાની પ્રવૃત્તિ મોટા ભાગે હોતી નથી અને હોય તો પણ સહજરૂપે હોય છે. એક અગત્યનો ખુલાસો કરી લઈએ કે - શાસનના ધૂરી આચાર્ય ભગવંતો શિષ્ય પ્રત્યે સારણાદિ કરે છે, તેમાં પણ અકૃત્રિમ સ્નેહ કાર્યરત હોય છે. ભલે ને ચોયણા-પડિચોયણાની ભૂમિકામાં કડક શબ્દોનો પ્રયોગ થતો હોય કે તાડન થતું હોય ! તદુપરાંત, પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીએ શ્રીવીતરાગસ્તોત્રમાં “પ્રભુના દ્વેષીઓ બહેરા-મુંગા થાય તો સારું એવું જે કહ્યું છે, તે પણ હૈયાની કરૂણાભાવનાથી જ કહેવાયું છે. પ્રશસ્ત દ્વેષના કારણે જ એવા શબ્દપ્રયોગો 1. अनेडमूका भूयासु-स्ते येषां त्वयि मत्सरः / शुभोदकार्य वैकल्य-मपि पापेषु कर्मसु // 15-6 // "