________________ 58 ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તેમાં અસૂયાગર્ભિત દ્વેષ કે દૃષ્ટિરાગ ગર્ભિત દ્વેષનો ત્યાગ કરવાનું સૂચન થયેલું છે. દ્વેષની યોનિ રાગ છે. દૃષ્ટિરાગ પોતાનામાં સંમત ન થનારા વિપક્ષ માટે દ્વેષ કરાવે છે અને એ દ્વેષ મોક્ષમાર્ગની સાધનામાં ખૂબ અવરોધક બને છે. તેથી જ સાધનાના પ્રથમ તબક્કે એનો ત્યાગ કરવાનું સૂચન કર્યું છે. - સાધનાની શરૂઆત અન્ય પ્રત્યેની કરુણા, હનગુણવાળા પ્રત્યેની કરુણા અને પરમતસહિષ્ણુતાથી થાય છે. દૃષ્ટિરાગ ગર્ભિત દ્વેષમાં કરુણા ટકતી નથી અને કરુણા ન હોય તો સાધનાની શરૂઆત થતી જ નથી. તેથી યોગદષ્ટિમાં કહ્યું છે કે - મિત્રાદષ્ટિના સાધકને અન્ય પ્રત્યે દ્વેષ હોતો નથી. તે અન્યની ચિંતા કરતો જ નથી. કદાચ તે અન્યની ચિંતા કરે ત્યારે પણ (તેના આત્મામાં તેના પ્રત્યે દ્વેષ થાય એવા બીજો વિદ્યમાન હોવા છતાં પણ) તેને હૈયામાં કંઈક કરુણા પ્રગટે છે. પરંતુ દ્વેષ થતો નથી. તે તત્ત્વને જાણે છે, માટે હૈયામાં દ્વેષનિમિત્તક બીજો હોવા છતાં તેને જાગ્રત થવા દેતો નથી અને કરુણાને વહેતી રાખે છે. - અહીં ઉલ્લેખનીય છે કે.. પ્રશસ્ત વૈષમાં પણ જ્યારે શાસનના વૈરીઓ, તારક આલંબનોના વિધ્વંસકો આદિ પ્રત્યે અપ્રીતિ હોય છે, ત્યારે હૈયાના એક ખુણામાં એમના માટે કરુણા હાજર જ હોય છે. અહીં ખાસ યાદ રાખવું કે, એ જીવો પ્રત્યેની મૈત્રી-કરુણા જીવંત રહે તો જ તે દ્વેષ પ્રશસ્ત કોટીનો બને છે અને મૈત્રી-કરુણા ન હોય તો તે ષ અપ્રશસ્ત કોટીનો બની જાય છે. - આ પ્રશસ્ત દ્વેષ અને અદ્વેષ અંગેનો વિવેક છે. એટલે “અદ્વેષ' ને આગળ કરીને “કોઈનોય દ્વેષ ન કરવો” આવું વિધાન કરવાની ઉતાવળ ન કરાય. કારણ કે, પ્રશસ્ત દ્વેષ પણ જરૂરી છે. આપણે જે ખરાબ તત્ત્વોથી નિવૃત્તિ કરવાની છે, તે દ્વેષથી જ શક્ય બનવાની છે. જ્ઞાનીઓએ મિથ્યામતિનો પરિચય” અને “કુશીલનો સંગ’ કરવાની ના પાડી છે, એનો અમલ કરવો હશે, તો મિથ્યામતિ અને કુશીલ માટે પ્રશસ્ત દ્વેષ