________________ પ્રશ્નોત્તરી 59 ઉભો કરવો જ પડશે. એ ન કરવામાં આવે તો પ્રભુની આજ્ઞા પાળી શકાશે નહીં અને આજ્ઞાનો અનાદર કરી એમનો પરિચય-સંગ કરવાથી વિનિપાત સર્જાયા વિના રહેશે નહીં. સમ્યગ્દર્શનની રક્ષા કરવા શંકાદિ પાંચ દોષોનો ત્યાગ કરવાનું કહ્યું છે, તેમાં મિથ્યામતિના પરિચયનો ત્યાગ કરવાનું કહ્યું છે. આથી ભવ્યાત્માઓને ખાસ ભલામણ છે કે ખોટી ભ્રમણાઓમાં પડવું નહીં. પ્રશ્ન: શ્રી યોગબિંદુગ્રંથમાં કહ્યું છે કે - શાંતતા-ઉદારતા આદિ ગુણોવાળો અપુનબંધક જીવ જ યોગધર્મનો અધિકારી બને છે. તો પછી દ્વેષની હાજરીમાં એ ગુણો હોય ખરા? અને એ ગુણો વિના યોગધર્મના અધિકાર બની શકાય ? ઉત્તર : પ્રશસ્ત દ્વેષ જ વિહિત છે. અપ્રશસ્ત દ્વેષ વિહિત નથી. પ્રશસ્ત દ્વેષની હાજરીમાં પણ વિવેકી જીવનું હૈયું (પૂર્વે જણાવ્યા મુજબ) શમરસથી પરિપ્લાવિત જ હોય છે. તેના કારણે તે ક્રોધાદિ કષાયોના વિકારને ટાળી શકે છે અને યોગધર્મનો અધિકારી બની શકે છે. પ્રશ્ન : મૈત્રીભાવના અને અહિંસા વચ્ચે શું સંબંધ છે ? ઉત્તર : મૈત્રીભાવના અને ભાવ અહિંસા વચ્ચે ગાઢ સંબંધ છે. મૈત્રીભાવના કારણ છે અને અહિંસા એનું કાર્ય છે. મૈત્રીભાવનાથી બીજા જીવો પ્રત્યેના વૈરાદિ દુર્ભાવો નાશ પામે છે. તેનાથી સ્વની અહિંસા સ્વરૂપ ભાવ અહિંસા પ્રાપ્ત થાય છે. (આપણા ગુણોની (ભાવપ્રાણોની) રક્ષા કરવી એ ભાવ અહિંસા છે.) આથી જેણે પણ અહિંસાની પરિણતિ આત્મસાત્ કરવી છે તેણે મૈત્રીભાવના આત્મસાત્ કરવી ખૂબ જરૂરી છે. પ્રશ્ન : મૈત્રી ભાવના અને ધર્મ-સત્ય-સિદ્ધાંત માટેના સંઘર્ષો સાથે રહી શકે? સંઘર્ષોમાં ક્યારે મૈત્રીભાવના રહી શકે અને ક્યારે ન રહી શકે? ઉત્તર : ધર્મ-સત્ય-સિદ્ધાંત માટેના સંઘર્ષોના મૂળમાં એકમાત્ર જૈનશાસનનું અને જૈનધર્મના અનુયાયીઓનું હિત સમાયેલું હોય ત્યારે મૈત્રીભાવના તેની સાથે રહી શકે છે. જ્યાં સુધી હિતબુદ્ધિ જીવંત રહે