________________ 60. ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ત્યાં સુધી મૈત્રીભાવના ટકી રહે છે. જ્યારે અપ્રશસ્ત કષાયને આધીન બનીને અંગત રાગ-દ્વેષમાં, બીજાને હલકો પાડવાની પ્રવૃત્તિમાં, તેજોવધ કરવાની ભાવનામાં ખેંચાઈ જવાય છે, ત્યારે મૈત્રીભાવના ટકી શકતી નથી. પ્રશ્ન : મૈત્રીભાવના સર્વ જીવો ઉપર કરવાની છે કે કોઈક જીવની એમાંથી બાદબાકી કરીએ તો ચાલે? ઉત્તર : કોઈની બાદબાકી કરી ન શકાય. બધા જ જીવો ઉપર મૈત્રીભાવના જોઈએ. આગળ જણાવેલા અગ્નિશર્મા તાપસ અને ગુણસેન રાજાના દૃષ્ટાંતમાં આ વાતને સ્પષ્ટ કરી જ છે. પ્રશ્ન : આ મૈત્રીભાવના નિરંતર ભાવનાની છે, તો તેની શૈલી કેવી હોય ? ઉત્તર : અહીં તેની શૈલીના થોડા મુદ્દા આપીએ છીએ. તેનાથી તે કઈ રીતે ભાવનાની છે તેનો અંદાજ આવી જશે. 6 મૈત્રીભાવનામાં પરિશીલનની શૈલી હે આત્મન ! કર્મની વિચિત્રતાથી વિવિધ ગતિને પામનારા ત્રણે જગતના સમસ્ત પ્રાણીગણ ઉપર તું મૈત્રીભાવ ધારણ કર ! - હે આત્મન્ ! જગતના સર્વે જીવો તારા પ્રિય બાંધવો છે, એમાં તારું કોઈ દુશ્મન નથી. કારણ કે, સંસાર પરિભ્રમણ દરમ્યાન સર્વે જીવોને બદ્વાર તે ભાઈપણે અનુભવેલા છે. આથી સર્વ પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરીને પુણ્યનો લોપ કરનારા ક્લેશથી મનને કલુષિત કરીશ નહીં. - હે આત્મન્ ! “સર્વ જીવો દુઃખોથી મુક્ત થાય, પાપોથી મુક્ત થાય અને મોક્ષને પામે” એવી સદ્ભાવના તારા હૈયામાં ધારણ કર. - હે આત્મન્ ! જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરવાથી તારું મન શાંત-પ્રશાંત રહેશે અને વૈરભાવ ધારણ કરવાથી તારું મન લેશોથી ભરાઈ જશે.