________________ પ્રશ્નોત્તરી -- હે આત્મન્ ! આ જગતમાં કોઈપણ જીવ બીજા જીવોને સુખદુઃખ આપતો નથી. પરંતુ દરેક જીવોને પોતપોતાના શુભાશુભ કર્મના કારણે સુખ-દુઃખ મળે છે. આથી જીવનમાં દુઃખો આવે ત્યારે અન્ય જીવને એમાં કારણ માની એના પ્રત્યે દ્વેષ કે વૈરભાવ ન રાખ. પરંતુ એ જીવ ઉપર પણ મૈત્રીભાવ ધારણ કર. હે આત્મન્ ! ક્ષમાથી વૈરનું વિસર્જન કર. ક્ષમા ધર્મનો પ્રાણ છે. કારણ કે, ક્ષમા વિના દયાના પરિણામો પ્રાપ્ત થતા નથી અને ટકતા પણ નથી અને દયાના પરિણામો વિના ધર્મ ધર્મરૂપ બની શકતો નથી. - હે આત્મન્ ! તું એવી ભવ્ય ભાવના રાખ કે, એકેન્દ્રિયાદિ જીવો પણ પંચેન્દ્રિયપણું, આર્યકુળ, જૈનશાસન આદિ પામીને વહેલા મોક્ષસુખને પામે ! હે આત્મન્ ! મૈત્રીનું પ્રદાન કરવામાં અને ક્ષમા આપવામાં જગતના એકપણ જીવની બાદબાકી ન રાખતો. તો જ તું આરાધક બની શકીશ-રહી શકીશ. - હે આત્મન્ ! સર્વજીવો માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બહેન, પત્ની-પુત્રવધુપણે બહુવાર પ્રાપ્ત થયેલા છે. આથી સર્વજીવો તારું કુટુંબ જ છે. આથી તું “વસુધૈવ કુટુંબકમ્ - આખી પૃથ્વી એ મારું કુટુંબ છે- એવી ભાવના રાખ. - હે આત્મન્ ! મૈત્રીભાવનાથી ચિત્તશુદ્ધિ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે અને સકામનિર્જરા થાય છે. વૈરથી ચિત્ત અશુદ્ધ બને છે અને પાપકર્મનો બંધ થાય છે. આથી મોક્ષમાર્ગના વિકાસ માટે તું વૈરનો ત્યાગ કર અને મૈત્રીભાવને ધારણ કર ! - હે આત્મન્ ! વૈરથી ભવપરંપરા વધે છે. આથી મૈત્રીભાવને આત્મસાત્ કરી વેરભાવનું વિસર્જન કરી દે. - હે આત્મન્ ! થોડા દિવસ ટકી રહેનારા આ જીવનમાં કોઈના