________________ 54 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ગુણોની દૃષ્ટિએ સ્વતુલ્ય જુએ અને તેમાંથી એક અનાહત નાદ નીકળે કે. શિવમસ્તુ સર્વજ્ઞાતિઃ | સર્વ જીવોનું કલ્યાણ થાઓ. સ્વ-પરનું કલ્યાણ સન્માર્ગની આરાધનામાં છે. તેથી જ કલ્યાણના અર્થીએ સન્માર્ગ સમજવો જોઈએ. તે સાચી મૈત્રીભાવના છે. બીજાનું કલ્યાણ કરવાની ભાવનાવાળાએ પણ બીજાને સન્માર્ગ જ બતાવવો જોઈએ, નહિ કે ઉન્માર્ગ. બીજાને ઉન્માર્ગ તરફ લઈ જવો, તે મૈત્રીભાવના નથી, શત્રુભાવના છે. કારણ કે ઉન્માર્ગ સ્વયં પાપરૂપ છે, જેનાથી આત્મા દુઃખની પરંપરાનું સર્જન કરે છે. પ્રશ્ન : મૈત્રીભાવના અને મધ્યસ્થભાવના સાથે કઈ રીતે રહે? ઉત્તર : મૈત્રીભાવનાનો વિષય સર્વ જીવો છે. માધ્યશ્મભાવનાનો વિષય ક્રૂર-અવિનયી-દુષ્ટ-ઉન્માર્ગગામી-ઉત્સુત્ર પ્રરૂપકો આદિ છે. મૈત્રીભાવનામાં સર્વ જીવોના હિતની સદ્ભાવના છે અને મધ્યસ્થભાવનામાં અવિનયી-દુષ્ટ જીવોની ઉપેક્ષા છે. જે જીવો ઉપેક્ષાને યોગ્ય છે, તેમનું પણ હિત થાય-તેઓ ખોટા કાર્યોથી દૂર રહે-ગુણોને પામે-માર્ગ પામે- મોક્ષ પામે એવી સંભાવના તો ભાવવાની જ છે. તેથી બંને સાથે રહી શકે છે. પ્રશ્ન : શાસનના વૈરીઓને દંડ કરીએ, ઉસૂત્રભાષીઓને ખુલ્લા પાડીએ, કુશીલોથી દૂર રહેવાનું કહીએ, અકલ્યાણમિત્રોનો સંગ છોડવાનું કહીએ- તેમાં તે તે જીવોને દુઃખ પીડા થવાની જ. તો બીજાને પીડા થાય એવું કહેવામાં–કરવામાં મૈત્રીભાવના ટકે ખરી ? ઉત્તર : તે બધી પ્રવૃત્તિઓમાં દુઃખ પહોંચાડવાની વૃત્તિ હોતી જ નથી. માત્ર જગતના જીવો ઉન્માર્ગમાં ન ધકેલાઈ જાય અને પોતાના ગુણો લુંટાવી ન દે, એવી સંભાવનાથી જ એ પ્રકારે કહેવાતું હોય છે. તેમાં પણ તે જીવોના હિતની સંભાવના જીવંત જ હોય છે. તેથી એવી પ્રવૃત્તિમાં મૈત્રીભાવના ટકી રહેવામાં કોઈ બાધ નથી. હા, એ પ્રકારની પ્રરૂપણાની પ્રવૃત્તિ પાછળ બીજાને હલકો ચીતરવાની, તેજોવધ કરવાની, પ્રભાવ ઘટાડવાની, પછાડવાની આદિ કુવૃત્તિઓ હોય