________________ 55 પ્રશ્નોત્તરી તો મૈત્રીભાવના ટકી શકતી નથી. બાકી આપણા કર્તવ્યના એક ભાગરૂપે જીવો પ્રત્યેની ભાવ કરૂણાથી પ્રેરાઈને વિવેક-ઔચિત્યપૂર્વક એવા પ્રકારની પ્રરૂપણાદિ કરવામાં મૈત્રીભાવનાને ક્યાંયે આંચ આવતી નથી. વાસ્તવમાં એ જ સાચી મૈત્રીભાવના છે. પ્રશ્ન : “ચેતન્ય ઉપર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્મભાવને છોડીને બીજો ભાવ ધારણ કરવો એ અપરાધ છે.” આવું કહેવું યોગ્ય છે કે અયોગ્ય છે ? ઉત્તર : સામાન્યથી કહી શકાય, પરંતુ એકાંતે ન કહી શકાય. કારણ કે.. પૂર્વે જણાવ્યા મુજબ પ્રશસ્ત દ્વેષ કરવો પણ વિહિત છે.. નિગ્રહ કરવો પણ ઉચિત જ છે. હા, અકલ્યાણની ભાવના આદિ ધારણ કરવા એ દોષરૂપ છે. પ્રશસ્ત દ્વેષ અને ચાર ભાવના સાથે રહી શકે છે. એ આપણે પૂર્વે જોયું જ છે. તેથી એકાંતે એવું ન કહેવાય. પ્રશ્ન : શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કુલ યોગીના લક્ષણ “સર્વત્રાવિ:” = તે સર્વ સ્થળે અદ્વેષી હોય, એવું જણાવ્યું છે અને તમે પ્રશસ્ત દ્વેષને વિહિત બતાવો છો. આ કઈ રીતે સંગત થાય ? ઉત્તર : શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના ર૧૦ મા શ્લોકની ટીકામાં લખ્યું છે કે - કુલયોગીને તેવા પ્રકારનો આગ્રહ ન હોવાથી સર્વસ્થળે તે અષી હોય છે. સ્વપક્ષના આગ્રહ, સ્વદોષના આગ્રહ અને સ્વમતના આગ્રહથી વિપક્ષ (સામેવાળા) માટે દ્વેષ થાય છે તે દ્વેષ દૃષ્ટિરાગ ગર્ભિત-અસૂયા ગર્ભિત હોય છે. પોતાનામાં સંમત ન થનારા પ્રત્યે દ્વેષ થવો અને શાસન-શાસનના અંગો-સિદ્ધાંતોનો વિરોધ-નાશ કરનારાઓ ઉપર દ્વેષ થવો - એ બંને અલગ પ્રકારના દ્વેષ છે. પહેલો અપ્રશસ્ત છે અને 1. सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः। दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः // 210 // સર્વત્ર અદ્વેષી, ગુરુ-દેવ-સાધર્મિકનો પ્રેમી, દયાયુક્ત, વિનીત, નિર્મલ બોધવાળો અને જીતેન્દ્રિય : આ છ લક્ષણવાળો જીવ કુલયોગી કહેવાય છે.