________________ ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન શિવમસ્તુ જગતઃ'ની ભાવના પેદા થાય છે. પરંતુ અંદર દ્વેષાદિ પરિણતિઓ તીવ્રભાવે વિદ્યમાન હોવાથી અંદર તો અહિતભાવના રમતી જ હોય છે. જેમ કે, વ્યાખ્યાનમાં ગુણસેન-અગ્નિશર્માનું ચરિત્ર સાંભળીને ભાવો સુંદર બની જાય. પરંતુ અંદરથી કષાયભાવ મજબૂત હોવાના કારણે બીજા પ્રત્યેની દ્વેષાદિ પરિણતિઓ દૂર થયેલી હોતી નથી અને તેથી તેમના પ્રત્યે અહિતભાવના જીવંત રહે છે. - દૂર રહેલા જીવો આપણો અપરાધ કરતા નથી, પ્રતિસ્પર્ધી બનતા નથી. અંતરાય કરતા નથી, આપણી ટીકા-નિંદા કરતા નથી, આપણી ઈર્ષ્યા કરતા નથી - તેથી તેમના પ્રત્યે સારા ભાવો ટકી રહે છે. જ્યારે નજીક રહેલા જીવો તે બધા જ કામો કરે છે. તેથી તેમના માટે સારા ભાવો ટકતા નથી. - આથી બહાર સ્વાર્થી જગત છે અને અંદર અનાદિની કાષાયિક પરિણતિઓની પક્કડ છે. તે બંનેના કારણે દ્વેષાદિ ભાવો મન પર હાવી થયેલા છે, કે જે મૈત્રીભાવનાને પામવા-ટકાવવામાં ખૂબ અંતરાય કરે છે. બીજી બાજુ મૈત્રીભાવના વિના શુદ્ધધર્મ પામી શકાતો નથી અને અશુદ્ધ ધર્મનું સેવન અનંતીવાર કરવા છતાં સંસારનો અંત આવ્યો નથી. આથી ગમે તે ભોગે “મૈત્રીભાવના' પામવી અનિવાર્ય છે. તે માટે મહત્ત્વની સાધના ભાવમનની શુદ્ધિ કરવી તે છે. ભાવમનમાં જ્યાં સુધી દ્વેષાદિ પરિણતિઓ મજબૂત બનીને રહેલી છે, ત્યાં સુધી ભાવમન શુદ્ધ ન થાય અને એ વિના તાત્ત્વિક મૈત્રીભાવના પણ પામી શકાતી નથી. પ્રશ્ન : મનની (ભાવમનની) શુદ્ધિ કઈ રીતે થાય છે ? ઉત્તરઃ મનઃશુદ્ધિને પામવાનો ઉપાય લેશ્યાશુદ્ધિ છે. શ્રી યોગશાસ્ત્ર' ગ્રંથની ટીકામાં પૂ.કલિકાલસર્વજ્ઞશ્રીજી જણાવે છે કે - “एवं तावदशुद्धलेश्यात्यागेन विशुद्धलेश्यापरिग्रहेन च मनसः શુદ્ધિા ''