________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન : મૈત્રીભાવના પામવા-ટકાવવા શું કરવું જોઈએ? ઘણીવાર જીવો પ્રત્યેની હિતભાવના ટકાવવી કઠિન કેમ બને છે ? ઘણીવાર બહાર “શિવમસ્તુ સર્વજગતઃ” ની ભાવના હોય છે અને અંદર બીજાનું અહિત કરવાની ભાવના રમતી હોય છે - આવું કેમ બને છે ? તથા દૂર રહેલાઓ પ્રત્યે હિતભાવના રાખવામાં તકલીફ પડતી નથી અને નજીકમાં રહેલા જીવો પ્રત્યે જ હિતભાવના રાખવી કઠિન પડે છે તેનું કારણ શું છે ? ઉત્તર : તમારા પ્રશ્નના જવાબમાં નીચેના ચાર મુદ્દાઓ ક્રમશઃ વિચારવા જરૂરી છે. - મૈત્રીભાવનામાં સહાયક તત્ત્વો કયા અને મૈત્રીભાવનામાં અવરોધક તત્ત્વો કયા છે ? બહાર અને અંદર વિસંવાદ કેમ છે ? હિતભાવના સર્વ જીવો પ્રત્યે રાખવાની હોવા છતાં નજીકના જીવો પ્રત્યે રાખવામાં શું નડી રહ્યું છે ? - મૈત્રીભાવનાને પામવાનો વાસ્તવિક માર્ગ કયો છે ? - મૈત્રીભાવનાને પામવા- ટકાવવામાં જીવો પ્રત્યેના દ્વેષ-પ્રદ્વેષવૈર-ઈષ્ય-અસૂયા આદિ મલિનભાવો અવરોધક બને છે અને દ્વેષાદિ કાષાયિક પરિણતિઓનું ઉપશમન એ મૈત્રીભાવનાને પામવા-ટકાવવામાં સહાયક બને છે. - બહાર અને અંદરના વિસંવાદનું મૂળ કારણ ભાવમનમાં પડેલી તીવ્ર કાષાયિક પરિણતિઓ છે. કોઈક વાર સુંદર પ્રવચનના શ્રવણ કે વાંચનથી કામચલાઉ દ્વેષાદિ પરિણતિઓ ઉપશમી જાય છે, તેથી બહારથી