________________ 16 ભાવનામૃતમ્Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન મહાપાપને ટેકો આપે છે. આથી કોઈને ઉન્માર્ગથી બચાવવા પાપને પાપ તરીકે બતાવે એમાં તો જીવો પ્રત્યે પરમ મૈત્રી અને કરુણા રહેલી છે. વળી ભૂંડ પ્રત્યે પણ મૈત્રીભાવના રાખવાની છે અને મવાલીઓ પ્રત્યે પણ મૈત્રીભાવના રાખવાની છે. પરંતુ એનો મતલબ એ નથી કે ભૂંડને ઘરમાં આશરો આપવો અને મવાલીઓ સાથે દોસ્તી કરવી. અહીં યાદ રાખવાનું છે કે, જગતના સર્વ જીવો પ્રત્યે હિતભાવના રાખવી એ અલગ ચીજ છે અને તે તે જીવો સાથેના વ્યવહારનું ઔચિત્ય એ જુદી ચીજ છે. મૈત્રી સર્વજીવો પ્રત્યે હોય અને વ્યવહાર શાસ્ત્રનિર્દિષ્ટ ઔચિત્યવાળો હોવો જોઈએ. તેથી ઉન્માર્ગગામી અને કુશીલ જીવો પ્રત્યે હિતભાવના જરૂર રખાય, પરંતુ તેનો સંગ ક્યારેય ન થાય.