________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના જીવોને ક્ષમા આપી દેવી. એમના માટે અપરાધભાવ, પૂર્વગ્રહ કે વેરભાવ રાખવો નહીં અને મૈત્રીભાવનાને કામે લગાડી એમના પણ હિતનું ચિંતન જ કરવું. એના પરિણામે સંઘર્ષ આગળ વધશે નહીં, કષાયો વધશે નહીં અને આત્મામાં પાપકર્મ ને વૈરના અનુબંધો સિંચાશે નહીં. છે મૈત્રીભાવનામાં અગત્યનો ખુલાસો : ઘણા લોકો મૈત્રીભાવનાના અનુસંધાનમાં એવું કહેતા હોય છે કે, કોઈપણ ખોટા ધર્મના અનુયાયીઓને ખોટા કહેવા નહીં, એમનાથી દૂર રહેવાનું કહેવું નહીં, સર્વ ધર્મો પ્રત્યે સમભાવ રાખવો, ગચ્છભેદ રાખવા નહીં, સિદ્ધાંતભેદને લઈને સત્ય-અસત્ય અંગે ખુલાસા કરવા નહીં, બીજાને ખોટા કહેવા નહીં, આપણે સત્ય પકડી રાખવું પણ બીજાને ખોટા ન કહેવા, સત્યનો ખૂબ આગ્રહ રાખવો નહીં- ઈત્યાદિ અનેક પ્રકારની ગલત માન્યતાઓ પ્રવર્તે છે. આ વિષયમાં એટલું જ કહેવાનું છે કે, સર્વના હિતની ચિંતા કરવી એ મૈત્રીભાવના છે. એમાં ઉન્માર્ગમાં રહેલા જીવના પણ હિતનું ચિંતન કરવાનું છે અને દુષ્ટમાં દુષ્ટ જીવના હિતની પણ ચિંતા કરવાની છે. પરંતુ એનો મતલબ એ નથી કે, સત્ય-અસત્યનો વિવેક ન કરવો અને એ વિવેક જગત સમક્ષ પ્રગટ ન કરવો. હા, કોઈને ખોટા કહેતી વખતે એને ઉતારી પાડવાની કે એનો તેજોવધ કરવાની મલિનવૃત્તિ ન હોવી જોઈએ. પરંતુ ખોટાને ખોટા કહેવા માત્રથી મૈત્રીભાવના ખંડિત થઈ જતી નથી. જગતમાં સાચા-ખોટાનો વિવેક તો હોવો જ જોઈએ. સર્વની હિતેચ્છુ વ્યક્તિ કોઈક જીવોને ઉન્માર્ગથી બચાવવા કોઈને ખોટા કહે એમાં કશું ખોટું નથી. એમાં મૈત્રીભાવનાનો ક્યાંયે વ્યાઘાત થતો નથી. ઉલટાની એ જ સાચી મૈત્રી છે. કારણ કે, મૈત્રીભાવનાનો ભાવક સર્વ જીવો સર્વપાપોથી મુક્ત રહે એવી ભાવના સેવતો હોય છે અને ઉન્માર્ગ તો સૌથી મોટું પાપ છે. કારણ કે, ઉન્માર્ગનું પ્રવર્તન અને તેને પ્રોત્સાહનસમર્થન, ઉન્માર્ગની પ્રવૃત્તિ-પ્રરૂપણા સંસારવર્ધક “મિથ્યાત્વ' નામના