________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન દુઃખી જોવા ઈચ્છતો જ નથી અને મૈત્રીભાવનાના કારણે સાધકના હૈયામાં વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના હોય છે. તેના કારણે કોઈની પ્રગતિ જોઈને ઈર્ષ્યા થતી નથી. તે સર્વની પ્રગતિ જ ઝંખે છે. અહીં યાદ રાખવું કે, કોઈપણ જીવની પ્રગતિની ઈર્ષ્યા કરવાથી આપણને કોઈ લાભ થવાનો નથી કે એની પ્રગતિ અટકી જવાની નથી. હા, કોઈની પ્રગતિની ઈર્ષ્યા આપણા પુણ્યને અને ગુણોને જરૂર બાળી નાખશે. એના બદલે કોઈની પ્રગતિ જોઈને આનંદ અનુભવવામાં આવે તો આપણું ચિત્ત ઉદાત્ત રહે છે અને પુણ્યકર્મનો બંધ તથા સકામ નિર્જરા થાય છે. આથી જ પ્રવીણભાઈ દેસાઈ એક ગીતમાં લખે છે કે, “પ્રગતિ દેખી કોઈની ઈર્ષ્યા કરે, મોટા થવાની જે સ્પર્ધા કરે, આચારોને ચૂકે, મર્યાદાને મૂકે, એનો થાયે કદી ના ઉદ્ધાર..” કે મૈત્રીના ચાર પ્રકાર : શ્રી ષોડશક પ્રકરણમાં મૈત્રીના ચાર પ્રકાર વર્ણવતાં કહ્યું છે કે, “ઉપારિ-સ્વાનેતર સામાન્યતા ચતુર્વિથા મૈત્રી " - ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન : આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. જેને ઉપકાર કર્યો હોય, તેવા ઉપકારી પ્રત્યે મિત્રભાવ રાખવો તે પ્રથમ મૈત્રી જાણવી. માતા-પિતા આદિ સ્વજનો પ્રત્યે મિત્રભાવ રાખવો તે બીજી મૈત્રી જાણવી. જે સ્વજન નથી એવા જીવો પ્રત્યે મિત્રભાવ રાખવો તે ત્રીજી મૈત્રી જાણવી અને સર્વ સામાન્ય રીતે સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી તે ચોથી મૈત્રી જાણવી. (અહીં મિત્રભાવ એટલે હિતચિંતા સ્વરૂપ મૈત્રી જ જાણવાની છે.) છે ક્ષમાથી વૈરનું વિસર્જન કરો: જીવન જીવતાં કોઈ સાથે અણબનાવ થાય કે સંઘર્ષ થઈ જાય, કોઈ આપણા ઉપર કારણ વિના કોપ કરે, તો પણ કોઈ જીવ માટે હૈયામાં વૈર ધારણ કરવું નહીં. સ્વકર્મના વિપાકનું ચિંતન કરી અન્ય