________________ પ્રકરણ-૨ : મૈત્રીભાવના 13 આત્મસાત્ કરી, તો તેઓ દુર્ગતિઓમાં પરિભ્રમણ કરે છે અને અનંતકાળ સુધી સંસારમાં રખડશે. -- બે જીવોની એ સંઘર્ષકથા આપણને મૈત્રીભાવના ધારણ કરવાનો દિવ્ય સંદેશો આપે છે. નવ-નવ ભવ સુધી સંઘર્ષ થવા છતાં મૈત્રીભાવનામાં રમતા ગુણસેન રાજાના આત્માને ક્યાંય અગ્નિશર્માના જીવનું ખરાબ કરવાની ભાવના પ્રગટતી નથી અને તેના જ કારણે તેઓ કષાયોની કાલિમાથી બચી ગયા છે. જ્યારે એ સંઘર્ષ દરમ્યાન જીવનની પ્રત્યેક પળે અગ્નિશર્માના હૈયામાં ગુણસેન રાજાના આત્માનું ખરાબ કરવાનું ચિંતન ક્યારેય વિરમતું નથી. જુઓ એનું પરિણામ શું આવ્યું ! દુર્ગતિઓની રઝળપાટ અને અનંત દુઃખો સિવાય બીજું શું મળ્યું ! આથી મૈત્રીભાવનાના લાભો અને વૈરભાવનાના નુકશાનોનો વિચાર કરીને વૈરભાવને ઉપશાંત કરી મૈત્રીભાવનામાં રમતા રહેવું જોઈએ. - અહીં એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે, અગ્નિશર્મા તાપસે જીવનના અંતે મૃત્યુની પળોમાં મૈત્રીભાવના તો ભાવી છે અને જીવોને ક્ષમાપના પણ આપી છે. પરંતુ એક જીવને એમાં બાકાત રાખ્યો હતો, તેના કારણે તેમનામાં સાચી મૈત્રી પરિણમી નહીં અને એક જીવ પ્રત્યેના વૈરભાવે અનર્થની પરંપરા ઉભી કરી. જ્યારે ગુણસેન રાજાએ સર્વ જીવોની સાથે અને અગ્નિશર્માની સાથે વિશેષથી મૈત્રીભાવના દોહરાવીને વારંવાર ક્ષમા આપી. તેના ફલસ્વરૂપે તેઓ આરાધક બની ભવસાગરથી તરી ગયા છે. આ ઘટના આપણને ઘણો સંદેશો આપે છે - વૈરથી વિનિપાત સર્જાય છે અને મૈત્રીથી મહાન બની જવાય છે. મૈત્રીથી મત્સરત્યાગ : - મૈત્રીભાવનાથી અન્ય જીવો પ્રત્યેનો મત્સરભાવ નાશ પામે છે. કારણ કે, મૈત્રીભાવનાના કારણે કોઈના વિકાસ-ઉત્કર્ષની ઈર્ષ્યાઅસૂયા થતી જ નથી. એને તો કોઈનો વિકાસ જોઈને આનંદ થાય છે. કોઈ સુખી બને તો એને આનંદ થાય છે. કારણ કે, એ કોઈને