________________ 12 ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પણ સામેની વ્યક્તિ દુશ્મન માનતી હોય, તેવા) દુશ્મનના દુર્વ્યવહારોને સમ્યમ્ભાવે સહન કરવા તત્પર બને છે અને એની સામે કોઈ પ્રતિક્રિયા ન કરવાના કારણે દ્વેષભાવ-વૈરભાવથી બચી જાય છે. - ચિત્ત મૈત્રીભાવથી વ્યાપ્ત હોય ત્યારે કોઈનું ખરાબ કરવાનું ચિંતન હોતું નથી અને કોઈએ પોતાની ઉપર કરેલા અન્યાય કે અહિતનું પણ ચિંતન હોતું નથી. ઉલટાનું સામેની વ્યક્તિના હિતની ઝંખના હોય છે અને તે વૈરભાવથી શાંત બને એવી સદ્ભાવના હોય છે. તેના કારણે ચિત્ત સ્વસાધનામાંથી ખસીને પરમાં જતું નથી અને જાય તો પણ કષાયો ઉભા થાય તેવું ખરાબ ચિંતન હોતું નથી. તેના યોગે ધર્મધ્યાનની ધારા અખંડિત રહે છે. - મૈત્રીભાવનાથી જીવ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પણ કરે છે અને સકામ નિર્જરા પણ સાધે છે. તદુપરાંત, અધ્યાત્મની ઉચ્ચતમ ભાવનાઓનો ભાગી બને છે તથા (વૈરભાવના કારણે થનારો) પાપકર્મોનો બંધ અટકી જાય છે અને દ્વેષ-વૈરના સંસ્કારોનું સિંચન પણ થતું નથી. આ સર્વેના પરિણામે સાધકની ભાવિ મોક્ષયાત્રા સુખદ બને છે. - મૈત્રીભાવનાથી વિશ્વવત્સલ્યતાનો ગુણ પ્રાપ્ત થાય છે અને વિકસિત બને છે. તેના યોગે અધ્યાત્મગુણની વૃદ્ધિ થાય છે. - જ્યારે વૈરભાવનાના યોગે ચિત્ત દુર્ભાવનાઓથી સંતપ્ત રહે છે. વૈરીનું ખરાબ કરવાનું ચિંતન અને સતત ત્રસ્ત રાખે છે અને એ દુષ્ટચિંતનથી ક્લિષ્ટ પાપકર્મનો બંધ થાય છે અને વેરના અનુબંધોનું સિંચન થાય છે. જે ભાવિ ભવયાત્રાને અત્યંત દુઃખદ બનાવે છે અને અધ્યાત્મમાર્ગની પ્રાપ્તિ દુર્લભ બનાવે છે. - ગુણસેન રાજાએ મૈત્રીભાવનાને આત્મસાત્ કરી, તો તેઓની ભવયાત્રા સુખદ બની અને નવભવમાં સમાપ્ત પણ થઈ ગઈ અને આજે તેઓ મોક્ષમાં શાશ્વત સુખોને માણી રહ્યા છે. લાખ્ખો વર્ષના માસખમણ અને ઈશ્વરધ્યાન આદિ સાધના કરવા છતાં અગ્નીશર્મા તાપસે વૈરભાવના