________________ પ્રકરણ-૨ H મૈત્રીભાવના “વસુધૈવ કુટુંબકમની ભાવના ભાવો : सर्वे पितृभ्रातृपितृव्यमातृपुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् / जीवाः प्रपन्ना, बहुशस्तदेतत्, कुटुम्बमेवेति परो न कश्चित् // 13-6 // - હે આત્મન્ ! એ સર્વે જીવો (સંસારપરિભ્રમણ દરમ્યાન) તારા પિતા, ભાઈ, કાકા, માતા, પુત્ર, પુત્રી, સ્ત્રી (પત્ની), બહેન અને પુત્રવધુપણે બહુવાર પ્રાપ્ત થયેલા છે, તેથી એ સર્વે તારું કુટુંબ જ છે. કોઈ જીવ પરાયો કે દુશ્મન નથી. મૈત્રીભાવનાથી ચિત્તશુદ્ધિ : - સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-નિર્ભેળ વાત્સલ્યભાવ-અકૃત્રિમ સ્નેહ રાખવાથી, તેમના પ્રત્યે દ્વેષ-પ્રષ-વૅરના ભાવો પ્રગટતા નથી, તેમની ચઢતીમાં ઈર્ષ્યા થતી નથી, તેમના ગુણ-સારપમાં (દોષ-નબળાઈ શોધવા સ્વરૂપ) અસૂયાભાવ પેદા થતો નથી, અપરાધભાવ-પૂર્વગ્રહબુદ્ગહના પરિણામ ઉજાગર થતા નથી, કોઈને પણ પ્રતિસ્પર્ધી માની તેને પછાડવાની મલિન વૃત્તિ સેવાતી નથી અને સ્વાર્થ સાધવા અન્ય જીવો સાથે પ્રપંચો ખેલાતા નથી તથા વિશ્વાસઘાત (દ્રોહ) આદિ મહાપાપો પણ સેવાતા નથી. આ બધાના ફલસ્વરૂપે ચિત્ત શુદ્ધ બને છે. મૈત્રીભાવના ચિત્તમાં ઉભા થયેલા કે થનારા તમામ મતોને ધોઈ નાંખવાનું કામ કરે છે. $ મૈત્રીના લાભો અને વેરના નુકશાનો : - મૈત્રીભાવનાથી ચિત્ત સદ્ભાવનાઓથી ભરેલું રહે છે. તેના કારણે મન શાંત અને પવિત્ર રહે છે અને એકાગ્રપણે તારક સાધનામાં લીન બની રહે છે. - મૈત્રીભાવનાથી ઉત્પન્ન થયેલી સભાવનાઓ ચિત્તને અત્યંત ઉદાત્ત બનાવે છે અને ચિત્તની ઉદાત્તતા સાધકને અધ્યાત્મમાર્ગ ઉપર પ્રગતિ કરાવે છે. વળી ચિત્તની ઉદાત્તતાના કારણે સાધક (પોતે નહીં