________________ 73 પ્રકરણ-૩ પ્રમોદભાવના આથી જ પૂમહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજાએ અમૃતવેલની સક્ઝાયમાં આપણા અનાદિના કુટીલ સ્વભાવને નાથવા માટે એક સુંદર હિતશિક્ષા આપતાં જણાવ્યું છે કે, “થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજ આત્મા જાણ રે. (22)" અહીં ઉલ્લેખનીય છે કે, અન્યના નાના પણ ગુણના અનુમોદનથી ગુણપ્રાપ્તિના દ્વાર ઉઘડી જશે અને સ્વદોષ પ્રત્યે તિરસ્કાર કરવાથી દોષોનો નાશ કરવાનો અંતરંગ પુરુષાર્થ ઉલ્લસિત થશે. દૃષ્ટિપથમાં જે વસ્તુ વારંવાર આવે તેની હૈયામાં ધારી અસર થાય છે અને સમયાંતરે તે વસ્તુ પોતાના હૈયામાં સ્થાપિત થતી હોય છે. જે અન્યમાં હતી તે આપણામાં આવી જાય છે. આ આપણા સૌનો અનુભવ છે. (જો કે, અનુભવને પણ પિછાણવા માટે જ્ઞાનદષ્ટિ અને આત્મજાગૃતિ જોઈએ છે. બાકી તો જીવોને અનુભવો તો ઘણા થતા હોય છે. પણ એમાંથી સારભૂત તત્ત્વ વિરલ જીવો જ પામી શકતા હોય છે.) આથી દષ્ટિપથમાં જો બીજાના દોષો આવે તો સમયાંતરે તે જ દોષો આપણા આત્મામાં આવીને ઉભા રહે છે. ગુણોને જોવામાં આવે તો ગુણો આત્મામાં આવશે. આથી જ ગુણપ્રાપ્તિના સરળ અને અનન્ય ઉપાય તરીકે ગુણાનુરાગને જ્ઞાનીઓએ બતાવ્યો છે. દષ્ટિ બદલાય તો એ સરળ છે, નહીંતર અતિકઠિન છે. આ ઉપાયના સેવનમાં કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નથી કે કોઈ કષ્ટ વેઠવાનું નથી, તો પણ આપણા જીવને આ ઉપાયનું સેવન કેમ ફાવતું નથી, તે મહા આશ્ચર્ય છે ! શું આપણે ભારેકર્મી તો નથી ને ? - ગુણાનુરાગનો મહિમા અપરંપરા છે. “ઉપદેશ રહસ્ય' ગ્રંથમાં જણાવ્યું છે કે, कुतोऽपि वैगुण्यात् स्वयं गुणानुष्ठानाऽसामर्थ्येऽपि हि निबिडगुणानुरागवशात्तदनुष्ठानफलवन्तो भवन्ति जन्तव इति /