________________ રીએ તો પણ તેના તો એના માટે સારું કામ તો ભવિષ્ટ ૭ર ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તુચ્છવૃત્તિઓ ઉઠે છે, ત્યાં સુધી ગુણાનુરાગ પ્રાપ્ત કરવો સરળ નથી. જેને મોક્ષમાર્ગમાં ગુણમામિનું મહત્ત્વ સમજાય છે અને એની પ્રાપ્તિ અને સ્થિરતાની દુર્લભતા સમજાય છે, તેને કોઈનામાં રહેલા નાના ગુણ પ્રત્યે અહોભાવ થાય છે. ગુણના પ્રતિપક્ષ એવા દોષનો નાશ કે લાસ કર્યા વિના ગુણ પ્રગટ થતો નથી. તેથી જેની પાસે નાનો પણ ગુણ પ્રાપ્ત થયો છે, તેને દોષનાશની દિશામાં પ્રગતિ કરી છે, જે અનુમોદનીય છે. આપણા નાના પણ ગુણને બીજાની આગળ ગાવાની અને અન્યના મોટા ગુણની પણ ઉપેક્ષા કરવાની ખરાબ કુટેવ આપણને ભવોભવથી લાગું પડેલી છે. કદાચ કોઈકવાર કોઈના સદ્ભુત ગુણની અનુમોદના કરીએ તો પણ તેના ગુણ પ્રત્યે અહોભાવ હોતો નથી, પરંતુ વ્યક્તિ મોટી અને પ્રતિષ્ઠિત હોય તો એના માટે સારું બોલ્યા વિના છુટકો નથી હોતો માટે સારું બોલીએ છીએ. સારું ન બોલીએ તો ભવિષ્યમાં ખરાબ પરિણામ આવવાનો ભય છે, તેથી સારું બોલાય છે. તથા બીજા નંબરે જીવનો અનાદિનો કુટિલ સ્વભાવ એ છે કે પોતાના મેરુ જેટલા પણ દોષને ઢાંકવાનો પ્રયત્ન કરે છે અને બીજાના મેરુ જેટલા ગુણમાંથી છિદ્રો શોધવાનું કામ કરે છે. તદુપરાંત, બીજા જીવોના મેરુ જેટલા ગુણને સરસવ જેટલો અને સરસવ જેટલા દોષને મેરુ જેટલો બતાવવાની તથા પોતાના સરસવ જેટલા ગુણને મેરુ જેટલો અને મેરુ જેટલા દોષને સરસવ જેટલો બતાવવાની અનાદિની આદત છે. આ બધી કુટેવો ખૂબ ભયંકર છે. કારણ કે, તેનાથી ગુણાનુરાગનો નાશ થાય છે, પોતાના દોષો પોષાય છે, અન્યનો અપયશ થાય છે અને એ કરવાથી પોતાને પાપ કર્મનો બંધ થાય છે, અનાદિની તુચ્છતા પુષ્ટ થાય છે, દોષદષ્ટિ કેળવાય છે અને પુષ્ટ થાય છે, શિષ્ટ પુરુષોને સંમત થવાતું નથી, ચિત્તવૃત્તિઓ અત્યંત મલિન બને છે. આ બધાનો સરવાળો થતાં આત્મા ગુણનું ભાજન બની શકતો નથી. ગુણસમૃદ્ધિ વિના અધ્યાત્મમાર્ગ મળે પણ ક્યાંથી ?