________________ 71 પ્રકરણ-૩ઃ પ્રમોદભાવના જ્ઞાનીઓને જીવના અનાદિકાલીન કુટિલ સ્વભાવનો પૂરેપૂરો અંદાજ છે. જીવ પોતાનામાં કાંઈ ન હોય તો પણ બીજાનામાં મોટું જ શોધવાનો અને જોવાનો પ્રયત્ન કરતો હોય છે. બીજામાં મોટું દેખાય તો તેનું અનુમોદન કરવાનું એને મન થાય છે, પણ નાનું દેખાય તો એની ઉપેક્ષા કરે છે. આથી આવા કુટિલ સ્વભાવને પ્રોત્સાહન ન મળે તે માટે કોઈના નાના પણ ગુણની અનુમોદના કરવાની જણાવી છે. કોઈનું લાખો રૂપિયાનું દાન હોય અને કોઈનું એક રૂપિયાનું દાન હોય, બંનેના દાનગુણ પ્રત્યે અનુમોદનભાવ પેદા થવો જોઈએ. કારણ કે, નાનો પણ ગુણ છે. મોટા દાન પ્રત્યે અહોભાવ વધુ હોય એનો વાંધો નથી. પણ નાના દાનની ઉપેક્ષા ન જોઈએ. કહેવાનો સાર એ જ છે કે, જેણે પણ દોષ કાઢવાની દિશામાં પુરુષાર્થ ચાલું કર્યો છે અને એના પરિણામે નાનો પણ ગુણ પ્રગટ થયો હોય, તો તેની અનુમોદના જરૂર કરવાની છે. અધ્યાત્મની શુદ્ધિ માટે અનેક ગુણોની આવશ્યકતા છે. ગુણો પણ સ્થિર અને દઢ જોઈએ. દોષોદ્ભાવનના નિમિત્તોમાં પણ સ્થિર રહી ગુણોનો નાશ ન થવા દે તેવા મજબૂત ગુણોની આવશ્યકતા છે. ગુણોને આવવાનું અને આવેલા ગુણોને સ્થિર રાખવાનું પ્રબળ આલંબન ગુણાનુરાગ છે. જ્ઞાનીઓએ “ગુણાનુરાગ” ની પ્રાપ્તિથી જ અધ્યાત્મમાર્ગની શરૂઆત બતાવી છે તથા ગુણાનુરાગને ભાથા” ની ઉપમા પણ આપી છે. મુસાફરીમાં નીકળેલા મુસાફરોને ભાથું પરમ આધાર છે, તેમ મોક્ષમાર્ગમાં પ્રગતિ સાધવા માટે સાધકને ગુણાનુરાગ ભાથા તરીકે કામ કરે છે. અધ્યાત્મસારમાં જણાવ્યું છે કે નિંદાનો ત્યાગ અને પૂજ્યોની પૂજા, આ બે ગુણોના સેવનથી સાધકને ગુણદષ્ટિ પ્રાપ્ત થાય છે. તેનાથી ગુણ ગુણરૂપે દેખાતા થાય છે અને બીજાના દોષ દોષરૂપે દેખાવા છતાં પણ એને જોવાની દરકાર નથી. આથી હૈયામાં ગુણાનુરાગ પ્રગટે છે. જ્યાં સુધી અન્યના દોષો જોવાની પ્રવૃત્તિ ચાલું છે અને હૈયામાં તેવી