________________ ની આ રિલા દાશિનુમોદના ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - અનુમોદના અંગે વિશેષ વિમર્શ: થાર્યો રાણો મુનિવેડપિ કોઈના નાના પણ ગુણની અનુમોદના કરવીઃ આ અધ્યાત્મરામિ-શુદ્ધિનો આઠમો ઉપાય છે. કોઈપણ જીવમાં રહેલા દાક્ષિણ્યતા, ઉદારતા, વિનય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણોની અનુમોદના કરવી જોઈએ. ગુણના પ્રગટીકરણની શરૂઆત ધીમી જ હોય છે અને પ્રગટ થયેલો ગુણ નાનો જ હોય છે. છતાં પણ મોહની પક્કડ ઢીલી પડ્યા વિના ગુણોનું પ્રગટીકરણ થઈ શકતું નથી. ગુણ નાનો હોવા છતાં મોહનાશક આંતરિક સાધનાનું એ પરિણામ છે. તેથી તે અનુમોદનીય છે. મોહની પક્કડ અને એના કારણે ઊભી થયેલી દોષોની આધીનતાના કારણે ઉત્પન્ન થયેલું આત્માનું ભાવદારિદ્રય જેને સમજાય છે, તેને તેની પીડા અનુભવાય છે અને એમાંથી બહાર નીકળવાની તાલાવેલી જાગે છે. તે વ્યક્તિને કોઈનામાં પણ નાનો ગુણ દેખાય તો આનંદ થાય છે. તે વ્યક્તિએ કરેલા અત્યંતર પુરુષાર્થ પ્રત્યે અહોભાવ થાય છે. જેને આત્મહિતનું લક્ષ્ય બંધાયું ન હોય, તેને દોષો ખટકે નહિ, દોષોને દૂર કરવાનું ધ્યેય બંધાય નહિ, દોષોનો નાશ કરવાનું આંતરિક પુરુષાર્થનું મહત્ત્વ સમજાય નહિ. તેના કારણે અન્યએ જે નાનકડી છતાં પણ દુર્લભ ગુણપ્રાપ્તિની સિદ્ધિ કરી છે, તેને તે મીઠી નજરે જોઈ શકતો નથી. જેને પણ આત્મિકલક્ષ્ય બંધાયું હોય, સ્વદોષો પ્રત્યે તિરસ્કારભાવ પેદા થયો હોય, દોષનાશનું ધ્યેય બંધાયું હોય, તેવી વ્યક્તિને દોષનાશક આંતરિક પુરુષાર્થની કઠીનતા-દુર્લભતા ખૂબ સારી રીતે સમજાય છે. જે દોષો અનાદિકાળથી ઘર કરી ગયા છે, તેને કાઢવા કેટલા મુશ્કેલ છે, તે વાત સાધનાની શરૂઆતમાં જ સમજાઈ ગયેલી હોય છે. તેથી કોઈના પણ ગુણો જોઈને તેના મનમાં સહજ અનુમોદનભાવ પેદા થાય છે. અહીં કોઈના “નાના પણ ગુણની અનુમોદના કરવાનું જણાવી એક સ્પષ્ટતા કરી છે કે, કોઈના નાના પણ ગુણની ઉપેક્ષા કરવાની નથી.