________________ 69 પ્રકરણ-૩ પ્રમોદભાવના અંતરાય પણ કર્યો નથી. છતાં પણ પ્રમોદભાવના બદલે ઈર્ષ્યા કરવાના કારણે તેઓ વિરાધક બન્યા છે અને મૃત્યુ પામી સર્પયોનિમાં જન્મ થયો છે. કાળક્રમે ઉજ્વળભાવોમાં રમતા શિષ્યને અવધિજ્ઞાન પણ થાય છે. એકદા જે અટવીમાં આચાર્યશ્રીનો આત્મા સર્પ તરીકે ઉત્પન્ન થયો છે, ત્યાંથી આચાર્યશ્રીના શિષ્યવર્ગને પસાર થવાનું થાય છે. સર્પને તે મુનિ દૃષ્ટિપથમાં આવે છે. પૂર્વભવના સંસ્કારો જાગ્રત થાય છે અને સર્પ એ મુનિવર સામે ફંફાળા મારે છે. બીજા મુનિવરો એને પકડીને દૂર મૂકી આવે છે. છતાં વારંવાર નજીક આવીને તે ફંફાડા મારે છે. એમ કરતાં અટવી પૂર્ણ થવાની તૈયારી હતી, ત્યાં અન્ય શિષ્યોએ અવધિજ્ઞાની મુનિવરને પૂછ્યું કે, ભગવંત ! આપની સામે આ સર્પ કેમ ફંફાડા મારે છે. ત્યારે અવધિજ્ઞાની મુનિ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને સર્પનો ભૂતકાળ જુએ છે અને એ જોતાની સાથે જ એમના મુખમાંથી નિઃસાસો નીકળે છે અને તેઓ ખુલાસો કરે છે કે, આપણા જ ગુરુવર્ય ઈર્ષાના કારણે વિરાધક બની અહીં જન્મ્યા છે અને પૂર્વભવના મારા પ્રત્યેના અણગમાને આ રીતે વ્યક્ત કરી રહ્યા છે. આ સાંભળીને શિષ્યો પણ દુઃખી થાય છે. તેઓએ અવધિજ્ઞાની મુનિવરને વિનંતી કરી કે, તમે આપણા ગુરુવર્યના આત્માને પ્રતિબોધ પમાડી ભવાટવીમાંથી બહાર કાઢો. ત્યારે તેઓ પુનઃ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે અને તેઓની દુર્લભબોધિતા જાણીને અત્યંત ખિન્ન બની જાય છે. કારણ કે, અત્યારે સર્પના જીવમાં પ્રતિબોધ પામવાની યોગ્યતા પણ રહી નહોતી! આ જાણીને સર્વમુનિવરો ખૂબ દુઃખી થાય છે અને સંસારથી અત્યંત વિરક્ત બને છે. કષાયની આધીનતા જીવને ક્યાં સુધી લઈ જાય છે, તેનો વિચાર કરતાં તેમનો વિરાગભાવ કેઈ ગણો વધી જાય છે. આ ઘટનાનો સાર એક જ છે કે - ઈર્ષાના કટુરિપાકોને જાણીને અને સ્મૃતિપથમાં રાખીને કોઈની પણ સારાઈની ઈર્ષ્યા કરશો નહીં અને ગુણોની અનુમોદના કર્યા વિના રહેશો નહીં.