________________ ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન દુર્લભતાનું જ્ઞાન હોય અને ચિત્ત ઉદાત્ત બન્યું હોય, તેવી વ્યક્તિ અન્ય જીવોના ગુણોની અનુમોદના કરી શકે છે. તે માટે યોગ્ય છે. જેને અન્ય જીવો પ્રત્યે ઈર્ષ્યા હોય, ગુણમાં પણ દોષારોપણ કરવાની (અસૂયાભાવની) કુટેવ હોય, દોષદર્શનની ટેવ હોય, ગુણદૃષ્ટિ પ્રગટી ન હોય, ગુણોની આવશ્યકતા ન હોય અને ચિત્ત તુચ્છ હોય, તેવા જીવો અન્ય જીવોના ગુણોની અનુમોદના કરી શકતા નથી. - ઈર્ષ્યા સર્વનો નાશ કરે છે ઈર્ષાળું જીવો કોઈની પણ સારાઈને જોઈ શકતા નથી, કોઈની ભૌતિક કે આધ્યાત્મિક પ્રગતિને સહન કરી શકતા નથી. આવા જીવોને પ્રમોદભાવના દુર્લભ છે. શાસ્ત્રના પાને એવા ઘણા ઉદાહરણો જોવા મળે છે કે, પ્રમોદભાવનાના અભાવે અને ઈર્ષા દોષના કારણે મોટા મોટા સાધકો પણ વિરાધભાવને પામ્યા છે અને દુર્ગતિમાં ગયા છે. શાસ્ત્રમાં આ.નયશીલસૂરિજીની વાત આવે છે. તેઓ સારા આરાધક છે અને ઘણો શિષ્યવર્ગ ધરાવે છે. તેમના શિષ્યવર્ગમાં એક શિષ્ય શક્તિસંપન્ન-પ્રભાવસંપન્ન હોય છે. જૈન-શાસનની પ્રભાવના કરવાની શક્તિ અને ભાવના બંને ઉત્તમ કોટીની તેમને પ્રાપ્ત થઈ હોય છે. તેઓની શક્તિથી પ્રભાવિત થયેલા આચાર્યશ્રી પોતાના એ શિષ્યને વ્યાખ્યાન વગેરેની જવાબદારી સોંપે છે. શિષ્ય પણ વિનયપૂર્વક તેનો સ્વીકાર કરે છે અને નિરાશસભાવે તથા ગુરુ પ્રત્યેના પૂર્ણ ઔચિત્યપૂર્વક જવાબદારીને નિભાવે છે. તેમની ઉત્તમ કરણી અને અપૂર્વ વ્યાખ્યાન શક્તિ આદિની લોકો ખૂબ પ્રશંસા કરે છે અને લોકોમાં એમનો પ્રભાવ વધે છે. આચાર્યશ્રી શિષ્યના આ ઉમદા કાર્યને અને એમના યશ-કીર્તિને સહન કરી શકતા નથી. તેના કારણે શિષ્યના ગુણો-શક્તિઓ માટે પ્રમોદભાવના થવાને બદલે ઈર્ષ્યા થાય છે. દિન-પ્રતિદિન ઈર્ષ્યા વધતી જાય છે. જો કે, આ ઈર્ષાની બળતરા અંદર છે. બહાર એની કોઈ વિક્રિયા જીવનભર આચાર્યશ્રીએ દેખાવા દીધી નથી. શિષ્યના પ્રભાવનાદિના કાર્યમાં ક્યાંયે