________________ 67. પ્રકરણ-૩ પ્રમોદભાવના ચિત્તમાં અનુમોદના કરવાની છે, તેમ જાહેરમાં પ્રશંસારૂપે પણ અનુમોદના કરવાની છે. પરંતુ અન્યમતના અનુયાયીઓના ગુણોની અનુમોદના માત્ર ચિત્તમાં કરવાની છે. પરંતુ એની જાહેરમાં પ્રશંસા કરવાની નથી. કારણ કે, જાહેરમાં પ્રશંસા કરવાથી ગુણની સાથે રહેલું મિથ્યાત્વ કે ગુણાભાસ કે મિથ્યા આચારની પણ અનુમોદના થઈ જવાના કારણે મોટો અનર્થ થાય છે અને અજ્ઞાની જીવો ગુણ અને ગુણાભાસની ભેદરેખા જાણતા ન હોવાના કારણે ગુણાભાસની પણ અનુમોદના કરીને અનર્થના ભાગી બને છે. - ગુણ-ગુણાભાસને ઓળખો : પ્રમોદભાવનામાં અન્ય જીવોના ગુણોની અનુમોદના કરતા પહેલાં ગુણ અને ગુણાભાસની ઓળખાણ કરી લેવી ખાસ જરૂરી છે. અનુમોદનીય ગુણ જ છે. ગુણાભાસ નહીં. ગુણના બદલે ગુણાભાસની અનુમોદના કરવામાં આવે તો લાભના બદલે નુકશાન થાય છે. ' નિરૂપાધિક ગુણો જ ગુણરૂપ છે. ભૌતિક સ્વાર્થથી રહિત, પ્રભઆજ્ઞાથી સાપેક્ષ અને આત્માના શુદ્ધસ્વરૂપને અનુકૂળ ગુણો જ નિરૂપાધિક ગુણો છે. સોપાધિક ગુણો ગુણરૂપ નથી પણ ગુણાભાસ સ્વરૂપ છે. ભૌતિકસ્વાર્થમૂલક, પ્રભુની આજ્ઞાથી નિરપેક્ષ અને આત્માના શુદ્ધસ્વરૂપને પ્રતિકૂળ એવા ગુણો સોપાધિક છે. આવા ગુણાભાસોની અનુમોદના કરવાની નથી. જેનશાસનમાં દરેક કાર્યમાં વિવેકની પ્રધાનતા હોય છે. અવિવેકસહિતનો ગુણ કે અનુષ્ઠાન લાભને બદલે નુકશાન કરે છે, તે વાત ખાસ યાદ રાખવાની છે. - અનુમોદકના ગુણો H પ્રશ્ન : બીજાના ગુણોની અનુમોદના કરનાર પાસે ક્યા પ્રકારની યોગ્યતા જોઈએ છે ? ઉત્તર : જેનામાં ગુણોનું અર્થીપણું હોય, ગુણદૃષ્ટિ હોય-ગુણદર્શનની ટેવ હોય, દોષદર્શનની કુટેવ ન હોય, ગુણોનો પક્ષપાતી હોય, ગુણપ્રાપ્તિની