________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન એને ઈર્ષ્યા થાય છે, કોઈના ગુણોમાં દોષનો આરોપ મૂકવાની કે દોષો શોધવાની ટેવ છે, દુઃખી જીવો પ્રત્યે નિર્ધ્વસ બને છે અને નિર્ગુણી જીવો પ્રત્યે દ્વેષ-દુર્ભાવ કરે છે. જીવો પ્રત્યેના આ બધા મલિનભાવો ધર્મધ્યાનના અને અધ્યાત્મના અવરોધક છે. તેથી જીવો પ્રત્યેના અભિગમો બદલવાના છે. આપણી સામે-સાથે રહેલા કે દૂર-સુદૂર રહેલા તમામ જીવો પ્રત્યે જ્યારે જ્યારે કોઈ વિચાર આવે કે એમના અંગે કંઈપણ ચિંતન પ્રગટે, તો તે મૈત્રી આદિ ચાર ભાવનાથી વાસિત જ હોવું જોઈએ. જગતના તમામ જીવોમાં કોઈક જીવો ગુણવાન્ હોવાના, તો કોઈક જીવો શારીરિકમાનસિક રીતે દુઃખી હોવાના અને કોઈક જીવો નિર્ગુણી-દોષોથી ભરેલા પણ હોવાના. આવી સ્થિતિમાં જગતના જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવના જ સેવવાની છે. તેનાથી જ આપણું ચિત્ત શુદ્ધ રહી શકે છે. શ્રી યોગગ્રંથો પણ ફરમાવે છે કે, તમે જ્યાં આરાધના કરો છો, ત્યાં ત્રણ પ્રકારના જીવો રહેવાના. કેટલાક જીવો તમારાથી નીચેની કક્ષાના હશે. તો કેટલાક જીવો તમારી સમકક્ષ હશે અને કેટલાક જીવો તમારાથી ઉપરની કક્ષાના હશે. આવી સ્થિતિમાં સંસારરસિક જીવો જે રીતે નીચેની કક્ષાવાળા માટે તિરસ્કારભાવ કે દોષદર્શનની વૃત્તિ ધરાવે છે, મધ્યમકક્ષાવાળા સાથે પ્રતિસ્પર્ધા રાખે છે અને એને પાછળ રાખવા કે પછાડવાની વૃત્તિ ધરાવે છે તથા ઉપરની કક્ષાવાળાની ઈર્ષા રાખે છે અને એના છિદ્રો શોધે છે - તે જ રીતે તમે જો આરાધનાક્ષેત્રમાં હિનગુણવાળાનો દ્વેષ કરશો અને એના ઉપર તિરસ્કારભાવ રાખશો, મધ્યમગુણવાળા સાથે પ્રતિસ્પર્ધા કરશો અને ઉત્તમગુણવાળા જીવો પ્રત્યે ઈર્ષા રાખશો અને તેમના છિદ્રો શોધશો, તો આરાધનાજીવનથી હારી જશો, કારણ કે, આરાધના કરવા છતાં પણ ચિત્તવૃત્તિઓ તુચ્છ-મલિન હોવાના કારણે ધર્મ મલિન બનેલો છે. મલિનધર્મ દુર્ગતિઓની પરંપરા વધારે છે. તેથી ત્રણે પ્રકારના જીવો પ્રત્યેના અભિગમો બદલવા પડશે. ત્રણ પ્રકારના