________________ પ્રકરણ-૧ઃ ભાવના ઉત્તમ રસાયણ છે - જેનું ચિત્ત મૈત્રી આદિથી વાસિત નથી, તેના ચિત્તમાં દ્વેષાદિ દુર્ભાવો ખદબદતા હોય છે અને તેનાથી જે ક્રિયા-પ્રતિક્રિયા થાય છે અને આઘાત-પ્રત્યાઘાત સર્જાય છે, તે સ્વ-પરનો નાશ કર્યા વિના રહેતા નથી. 5 જીવો પ્રત્યેના અભિગમો બદલો : આજપર્યન્ત જીવો પ્રત્યે ભેદબુદ્ધિ રાખી છે અર્થાત્ તે પારકા છે, મારી સાથે એમને શું ? તે મારા દ્વેષી છે, વેરી છે, તે મારા ઉત્કર્ષની ઈર્ષ્યા કરનારા છે, ઈત્યાદિ પ્રકારે ભેદબુદ્ધિ હૈયામાં જીવંત રાખી છે, હૈયાનો આ અભિગમ બદલવો પડશે. જીવો સાથે અભેદભાવ સાધવો કોઈ ભેદ નથી. મારો આત્મા જેમ અનંતગુણનો માલિક છે, તેમ જગતના તમામ જીવો પણ અનંતગુણના માલિક છે. આત્માની જે શાશ્વત સંપત્તિ છે, તે તો સર્વેની એકસમાન છે અને જે નાશવંત છે, તેમાં તરતમતા હોય એટલા માત્રથી જીવો પ્રત્યે ભેદબુદ્ધિ કેમ રખાય ? સર્વ જીવો પ્રીતિ-વાત્સલ્યને ઝંખે છે ? તો પછી મારાથી કોઈનો તિરસ્કાર કેમ કરાય ? સર્વ જીવો સ્વહિતને ઝંખે છે ? તો મારાથી કોઈનું અહિત કેમ ચિંતવાય ? મારા જીવનમાં જે દુઃખો આવે છે, તે સર્વ મારા કર્મના કારણે આવે છે, એમાં બીજાને દોષ કેમ અપાય અને બીજા પ્રત્યે દ્વેષ કેમ કરાય ? સર્વેને પોતપોતાના કર્માનુસાર સુખ-દુઃખ મળે છે. તો મારાથી કોઈનો તિરસ્કાર કે ઈર્ષ્યા કેમ કરાય ? આવા પ્રકારે ચિત્તના-હૈયાના અભિગમો બદલવાથી જીવો પ્રત્યેની ભેદબુદ્ધિ અને તજન્ય દોષો નાશ પામે છે. ચિત્ત શુદ્ધ બને છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે, આજપર્યન્ત આપણો આત્મા જગતના જીવોનો સ્વાર્થથી ઉપયોગ કરતો આવ્યો છે. સ્વાર્થ ઘવાતાં તે જીવો પ્રત્યે દ્વેષી બને છે અને અંતરાય કરનારાઓ પ્રત્યે દ્વેષ અને વૈર રાખતો આવ્યો છે. કોઈનું સારું ય જોઈ શકતો નથી અને કોઈના ઉત્કર્ષમાં