________________ ભાવનામૃતમ્-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રાપ્ત થાય ? આ પ્રશ્નના સમાધાનમાં જ્ઞાનીઓએ મૈત્રી આદિ ચાર ભાવનાઓ બતાવી છે. અનાદિ સંસારપરિભ્રમણ દરમ્યાન જીવોએ પુદ્ગલ સાથે અભેદબુદ્ધિ અને જીવો સાથે ભેદબુદ્ધિને ધારણ કરી છે. પુદ્ગલ સાથે ગાઢ સ્નેહપ્રીતિનો નાતો બાંધ્યો છે. જ્યારે જીવો સાથે સ્વાર્થગર્ભિત નાતો રાખ્યો છે - જીવોનો ગમે તે રીતે ઉપયોગ કરી લેવાની વૃત્તિ રાખી છે. જીવો ઉપયોગમાં આવતા હોય ત્યાં સુધી તે સારા લાગે છે. જે ક્ષણે ઉપયોગમાં ન આવે તે ક્ષણે ખરાબ લાગે છે. વળી, જીવો સાથેની આ ભેદબુદ્ધિને કારણે જ (જીવો પ્રત્યે) અપરાધભાવ, પૂર્વગ્રહ, દ્વેષ, મદ્રેષ, વૈર, તિરસ્કારભાવ, વક્રવર્તન, વક્ર વાણી, ઈર્ષ્યા, અસૂયા, દયારહિતતા આદિ દોષો પેદા થયા છે, તે સર્વે દોષો ચિત્તને સતત અશુદ્ધ અને સંતસ રાખે છે. ચિત્તની આ અશુદ્ધિ ધર્મધ્યાનને પામવા ન દે અને સ્થિર પણ ન થવા દે. આથી ધર્મધ્યાનને પામવા ચિત્તશુદ્ધિની અતિ આવશ્યકતા છે. ચિત્તની અશુદ્ધિ નાશ પામે તો ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય તથા જીવો સાથે ભેદબુદ્ધિ અને ભેદબુદ્ધિમાંથી જન્મેલા બ્રેષાદિ દોષો દૂર થાય તો ચિત્તની અશુદ્ધિ નાશ પામે અને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય. ર મૈત્રી આદિના અભાવમાં સ્વ-પરનો નાશ : જે જીવોનું ચિત્ત મૈત્રી આદિ ભાવનાથી વાસિત નથી અને મોહદશાથી હણાયેલું છે, તે જીવો સ્વયં નાશ પામે છે અને બીજા જીવોનો પણ નાશ કરે છે. આથી શ્રી “યોગસાર' ગ્રંથમાં કહ્યું છે કે, મોદોપદચિત્તાતે, મૈચામિરસંસ્કૃતા: / स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा // 2-4 // " - મોહદશાથી જેઓનું ચિત્ત હણાયેલું છે અને મૈત્રી આદિ ભાવનાઓથી જેઓનું ચિત્ત સંસ્કાર પામેલું નથી, તેઓ સ્વયં નાશ પામે છે અને બીજા મુગ્ધ જીવોને નાશ પમાડે છે - ધર્મભ્રષ્ટ કરે છે. તેવા મોહાધીન જીવોને ધિક્કાર થાઓ !