________________ પ્રકરણ-૪ : કરૂણાભાવના 85 દીન વગેરે જીવો અંગેની નીચે મુજબની વિચારણાને પણ કરુણા ભાવના કહેવાય છે - - ખરેખર કુશાસ્ત્રોનું પ્રણયન કરનારા આ બિચારાઓને જો કુમાર્ગ પ્રવર્તાવવાની પ્રવૃત્તિથી છોડાવવામાં નહિ આવે તો “જો ભુવનગુરુ ભગવાન પણ ઉન્માર્ગ-દેશનાથી કોટાકોટિ સાગરોપમ જેટલો કાળ સંસારમાં ભટક્યા તો બિચારા બીજા જીવો કે - જેઓ પોતાના પાપકર્મનો પ્રતિકાર કરવા અસમર્થ છે તેઓની શી દશા થશે ? - ખરેખર ! વિષયોને મેળવવા અને ભોગવવામાં જ જેઓનું હૃદય ઓતપ્રોત બન્યું છે, તેઓ ધિક્કારને = પરમદયાને પાત્ર છે. અનંત ભવોમાં અનુભવેલા વિષયોમાં પણ જેઓનું મન અસંતૃપ્ત છે, તેઓને પ્રશમામૃતથી તૃપ્તિ કરાવી વીતરાગ દશા સુધી કઈ રીતે પહોંચાડી શકાય? આ રીતે તેઓની આ દશાનો પ્રતિકાર કરવાની ભાવના માત્રને પણ કરુણા ભાવના કહી શકાય. કારણ કે - દરેકને આ સ્થિતિમાંથી ઉગારવાનું શક્ય બનતું નથી, આથી પ્રતિકારની ભાવનાને પણ કરુણા કહેવાય.” આ વાતને જો સ્વીકારવામાં ન આવે તો શાસનના પ્રત્યેનીકોને શિક્ષા કરનારા આચાર્યોને આરાધક ન માનતાં વિરાધક માનવા પડે, પરંતુ આ રીતે શાસનના પ્રત્યેનીકોને શિક્ષા કરનાર આત્માઓને તત્ત્વજ્ઞા શાસ્ત્રકાર મહર્ષિઓએ મહાઆરાધક અને શાસનસંરક્ષક કહીને બિરદાવ્યા છે, એટલું જ નહિ પણ આગળ વધીને એમ પણ કહ્યું છે કે - જેઓ શક્તિ હોવા છતાં શાસનના પ્રત્યેનીકોની ઉપેક્ષા કરે છે, કે - માધ્યશ્યભાવની વાતો કરીને મૌન રહે છે, તેઓ વીતરાગની આજ્ઞાના વિરાધક થાય છે. એમનો માધ્યચ્યભાવ એ તો વાસ્તવમાં એમની નબળાઈ છે.એક પ્રકારનો દંભ છે, યા તો અજ્ઞાનતાનું જ રૂપાંતર છે. આથી જ એવા માધ્યશ્મભાવના નામે મૌન રહેનાર આત્માનાં મહાવ્રતો પણ ખંડિત થાય છે, એમ જણાવ્યું છે. (આ વાત આગળ આવવાની જ છે.) - આથી જ અનંતજ્ઞાની શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે -