________________ ભાવનામૃતમ્: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તીવ્રત્યાગ, કઠોરતા અને ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરનાર આત્મા પણ જો છતી શક્તિએ સન્માર્ગનો લોપ થતો જોયા કરે અને તેની રક્ષાનો પ્રયત્ન ન કરે, તો તે આત્મા આરાધક બની શકતો નથી, પરંતુ વિરાધક બને છે. શક્તિ છતાં તીર્થની ઉપેક્ષા કરનાર, સન્માર્ગની ઉપેક્ષા કરનાર અને સંઘ ઉપરની આપત્તિનું નિવારણ નહીં કરનાર આત્માનાં તપ, ત્યાગ, વ્રતપાલન વગેરે પણ એ આત્માનો આ સંસાર સાગરથી ઉદ્ધાર કરવા સમર્થ બની શકતાં નથી. આથી જ શ્રી યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું કે : ધર્મનો ધ્વંસ થતો હોય, ક્રિયાનો લોપ થતો હોય, સ્વસિદ્ધાંત અને તેના અર્થનો વિનાશ થતો હોય, ત્યારે શક્તિશાળી આત્માએ કોઈએ ન પૂછ્યું હોય, તો પણ તેનો નિષેધ કરવા માટે બોલવું જોઈએ.” તે સમયે તેનો નિષેધ કરવામાં ન આવે અને સમભાવ કે વ્રતપાલન આદિની વાતોને આગળ કરીને મૌન રહેવામાં આવે, તો તેવું કરનાર આત્મા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો ભંજક બને છે, તેને તે પ્રકારની મિથ્યાપ્રવૃત્તિની અનુમોદનાનો દોષ લાગે છે અને તેના વ્રતોનો પણ ભંગ થાય છે. આ વાતને જણાવતાં યોગમાર્ગ રહસ્યવિદ્ આચાર્યવર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી “સંબોધ પ્રકરણ' નામના ગ્રંથરત્નના કુગુરુ-સ્વરૂપાધિકારની એકસો અત્યાસીમી ગાથામાં લખ્યું છે કે - શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનો ભંગ થતો જોવા છતાં જે કોઈ મધ્યસ્થભાવને આગળ કરીને મૌન રહે છે, તેમનાં વ્રતોનો અવિધિની અનુમોદના થવાના કારણે લોપ થાય છે.” 1. धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे / अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तन्निषेधितुम् // 4 // - શ્રી યોગશાસ્ત્ર, પ્રાણ-૨, 64 માન્તરો : I 2. સામાં દું મસ્થાનું ઢવંત્તિ ને તુસિTI - સંવોથપ્રકર, ર-ગુરુસ્વરૂપથાર: |