________________ ર૭ પ્રશ્નોત્તરી પડશે કે, મિથ્યાત્વનો ઉદય હોય છે. વ્યવહારમાં કહેવાય છે કે “ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય. તેમ જેને ગુણો ખતમ કરવા હોય તે શાસ્ત્રના નિષેધતંત્રને ઉલ્લંઘીને સ્વતંત્રમતિથી પ્રવર્તે. પ્રશ્નઃ પ્રભુશાસન તો વિશ્વમૈત્રીનું વાહક છે અને શ્રીસંઘ જૈનધર્મના અનુયાયી આરાધકો તો વિશ્વમેત્રીના પ્રતિનિધિ છે. તેમને તો “વસુધૈવ કુટુંબકમ્” ની ભાવનામાં રમવું જોઈએ. આવી સંકુચિત નીતિ શા માટે રાખવી જોઈએ? વિશ્વમૈત્રીના પ્રતિનિધિઓ બધાને સાથે રાખીને ચાલશે તો જગતમાં વિશ્વમૈત્રીનો સંદેશો બુલંદ બનશે અને વર્તમાનમાં ચાલી રહેલા અનેક સંઘર્ષોનો અંત આવશે અને સંઘ-વિશ્વમાં શાંતિ પથરાઈ જશે. તો ભેદભાવ રાખીને આવી વાડાબંધી શા માટે કરવી જોઈએ? વળી એકતાથી બીજા ઘણા સારા કાર્યો પણ થઈ શકશે ? ઉત્તર H જૈનશાસન વિશ્વમેત્રી = વિશ્વવત્સલ્યતાની વાત જરૂર કરે છે. એ એક “સર્વ જીવોનું ભલું થાઓ એવી સદ્ભાવના છે. આપણી ચિત્તની શુદ્ધિ અને ધર્મધ્યાનની ધારાને અખંડિત રાખવા એ જરૂરી પણ છે. સદ્ભાવના રાખવી એ જુદી ચીજ છે અને કોઈની સાથે સંબંધ રાખવો - એકતા સાધવી એ જુદી ચીજ છે. અહીં યાદ રાખવું જરૂરી છે કે - જેમ આત્માર્થી જીવે પ્રભુશાસનની આ સદ્ભાવના રાખવી આવશ્યક છે, તેમ પ્રભુશાસનના શાસ્ત્રીય વિધિ-નિષેધના તંત્રને અનુસરવું પણ આવશ્યક છે. પ્રભુશાસનમાં ક્યાંયે પ્રશ્નકારે કહેલી એકતા રાખવાની વાત કરી નથી. શાસ્ત્રકારોએ તો “આજ્ઞા સાથે સંબંધ કેળવવાની વાત કરી છે અને આજ્ઞાયુક્ત સમુહને જ સંઘ કહ્યો છે. આજ્ઞાતંત્રથી વિરુદ્ધ જનારને સંઘ માનવાની પણ ના કહી છે. - આ બાબતમાં ખુદ પ્રભુ શ્રીમહાવીરસ્વામીનું ઉદાહરણ યાદ રાખવાની જરૂર છે. પ્રભુ તો વિશ્વમૈત્રી-વિશ્વવત્સલ્યતાના મહાન સ્વામી હતા. તેઓશ્રીએ વાદ કરવા આવેલા ગૌતમસ્વામીને ગણધર પદે સ્થાપિત કર્યા હતા. શ્રી અંબડ પરિવ્રાજકને પણ સમાવી લીધા હતા. શ્રી શિવ