________________ 26 ભાવનામૃતઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન કરવો અને અસત્પરુષોનો દૂરથી જ ત્યાગ કરવો. નહીંતર ગુણોનો નાશ થશે અને દોષોની વૃદ્ધિ થઈ જશે. - અહીં ઉલ્લેખનીય છે કે... પૂ. મહોપાધ્યાયશ્રીજીએ અન્ય મિથ્યામતિઓના માર્ગનુસારી ગુણોની અનુમોદનાને સમકિતનું બીજ કહ્યું છે અને તે મિથ્યામતિઓના પરિચયને સમ્યત્વનું દૂષણ કહ્યું છે. દૂરથી ગુણનું અનુમોદન કરવું એ જુદી ચીજ છે અને સંગ કરવો એ જુદી ચીજ છે. સંગ કરવાથી સ્વ-પરના મિથ્યાત્વની વૃદ્ધિ થવાનો ભય છે. - શ્રી સમ્યક્તરહસ્ય પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે - જેમ કુલવધુઓને શીલના રક્ષણ માટે વેશ્યા સાથે (એ પોતાના જેવી સ્ત્રી હોવા છતાં પણ) સંગ કરવાની ના પાડી છે. તેમ સમ્યગ્દષ્ટિને મહા દુર્લભ એવા સમ્યત્ત્વની રક્ષા માટે મિથ્યાત્વીનો સંગ કરવાની ના પાડી છે. પ્રશ્ન : આવા બધા નિષેધો કરવામાં મૈત્રીભાવના ખંડિત ન થાય? ઉત્તર : અહીં યાદ રાખવાની જરૂર છે કે - મૈત્રીભાવના માત્ર હૈયાની સદ્ભાવના છે. જેમાં જગતના જીવો સાથે સંબંધ કરવાની વાત નથી. પરંતુ હૈયાથી એમનું હિત ચિંતવવાની વાત છે અને એ બધાં નિષેધો કોઈના પ્રત્યેના દૃષ્ટિરાગ ગર્ભિત દ્વેષ-ઈર્ષાદિથી નથી કરાયા. પરંતુ ગુણોની રક્ષા માટે કરાય છે. બીજી અગત્યની વાત એ છે કે - જે શાસ્ત્રના નિષેધતંત્રને ઉલ્લંઘીને પોતાના ગુણોની રક્ષા નથી કરતો અને પોતાના હિતની ચિંતા નથી કરતો, તે જગતના જીવોના હિતની ચિંતા કઈ રીતે કરી શકવાનો છે? જે શાસ્ત્રના વિધિ-નિષેધતંત્રને તોડીને મનફાવે તેમ વર્તે છે અને મૈત્રીભાવનાની વાતો કરે છે, તે વાસ્તવમાં એક પ્રકારની ઘેલછા છે. મોહનીયનો વિકાર છે. હું તમને પ્રશ્ન કરું છું કે - શાસ્ત્રીય વિધિ-નિષેધતંત્ર સામે સવાલ કોણ ઉભો કરે ? અને એ તંત્રને ઉલ્લંઘીને કોણ પ્રવર્તે? અને આગળ વધીને એની સામે બળવો કોણ પોકારે ? તો કહેવું જ