________________ પ્રશ્નોત્તરી 25 - સમકિતની સડસઠ બોલની સઝાયમાં મિથ્યામતિના પરિચયનો ત્યાગ અને શ્રદ્ધાભ્રષ્ટ જીવોના સંસર્ગનું વર્જન કરવાનું કહેનારા પૂ. મહોપાધ્યાયશ્રીજી ખોટા ઠરશે. - શાસ્ત્રોક્ત આયતન-અનાયતનની વ્યવસ્થા અયોગ્ય ઠરશે. આથી મૈત્રીભાવના તમામ જીવો ઉપર રાખવાની છે. પરંતુ સંસર્ગ તો આપણા ધર્મની રક્ષા થાય તેવા જીવો સાથે જ રાખવાનો છે. જ્ઞાનીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે.. ચોરની સાથે રહેનારો ચોરી ન કરવા છતાં પણ જેમ દંડાય છે, તેમ આધાર્મિક ગોચરી વાપરનારની સાથે રહેનારો જીવ (આધાર્મિક ગોચરી ન વાપરવા છતાં) દંડાય છે. આથી સંબંધ રાખવાની વાત આવે, ત્યાં આપણી ભૂમિકા અને આપણા સમ્યગ્દર્શનાદિ ગુણોની રક્ષા થાય, ત્યાં જ સંબંધ બંધાય, તે સિવાયના સ્થળે ન બંધાય. અહીં ઉલ્લેખનીય છે કે. જે રીતે મૈત્રીભાવના વ્યાપક હોવા છતાં, મૈત્રીનું ક્ષેત્ર મર્યાદિત બની જાય છે, તે જ રીતે મૈત્રીભાવના સર્વ જીવવિષયક હોવા છતાં પણ, જ્યારે ધર્મ આપવાનો અવસર આવે, પરમોત્કૃષ્ટ મૈત્રીભાવનાના ફલસ્વરૂપે તીર્થકર બને છે અને તીર્થ પ્રવર્તવાનો અવસર આવે છે ત્યારે “ભો ભો ભવ્યા” ન્યાયે અભવ્યની બાદબાકી કરે છે તથા ભવ્ય જીવોને અને તેમાં પણ યોગ્ય જીવોને જ ધર્મ આપે છે. આથી ગમે ત્યાં સંબંધ ન બંધાય અને ગમે તેને ગમે તે આપી ન દેવાય. મૈત્રીભાવનાના નામે કુશીલ-સુશીલનો મેળો ભેગો ન કરાય, ઉસૂત્રભાષીઓને આદર ન અપાય, પાર્થસ્થાદિ સાથે સંબંધો ન રખાય કે આદાન-પ્રદાનના વ્યવહાર ન થાય, મહા અકલ્યાણમિત્ર જેવા ઉન્માર્ગગામીઓનો સંગ ન થાય. શ્રી મિત્રા બત્રીસીમાં ચોખ્ખું કહ્યું છે કે - મોક્ષમાર્ગમાં પ્રવેશ્યા પછી ગુણો ટકાવવા હોય અને વધારવા હોય તો સપુરૂષોનો જ યોગ