________________ 24 ભાવનામૃત : મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન તમામ પ્રકારના નિમિત્તોથી ઉપર ઉઠી જઈને મધ્યસ્થ બને છે, ત્યારે એને નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે. આ સાતમું ગુણસ્થાનક છે. જે સાધક નિર્વિકલ્પદશાના કાળને અંતર્મુહૂર્તથી અધિક ઓળંગી જાય છે, તે સાધક ક્ષપકશ્રેણીને માંડીને ઘનઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ સાધના ક્રમ છે. પ્રશ્ન : કેટલાક લોકો એવું કહે છે કે - બધા સાથે મૈત્રી રાખવીસમતા રાખવી - બધા સાથે બધા પ્રકારના સંબંધ રાખવા, તો આ વાત યોગ્ય છે ? ઉત્તર : મૈત્રી અને મૈત્રીભાવના વચ્ચે ઘણો તફાવત છે. મૈત્રી કલ્યાણમિત્ર સાથે જ કરવાની છે. મૈત્રીભાવના સર્વજીવો ઉપર કરવાની છે. મૈત્રીમાં અન્ય સાથે સંબંધ બાંધવાનો હોય છે. મૈત્રીભાવનામાં સર્વ જીવોના હિતની ભાવના ભાવવાની હોય છે. મૈત્રીમાં બીજા સાથે આદનપ્રદાનનો વ્યવહાર હોય છે. મૈત્રીભાવનામાં બીજા જીવોના હિતની ચિંતા કરવાની હોય છે. - આથી બધા જીવો ઉપર મૈત્રીભાવના જરૂરથી રાખવાની છે. પરંતુ બધા જીવો સાથે મૈત્રી બાંધવાની નથી. જ્ઞાનીઓએ કલ્યાણમિત્રનો સંગ કરવાનો અને અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાનો કહ્યો છે - જો બધા સાથે મૈત્રીસંબંધ રાખવાનો હોય અને મૈત્રીભાવનામાં એવી વાત સમાયેલી હોય તો... - પાર્થસ્થાદિ પાંચ પ્રકારના કુગુરુઓનો ત્યાગ કરવાનું કહેનારા ગ્રંથકારો ખોટા ઠરશે - ઉસૂત્રભાષી ઠરશે. - ૩ર આદિકર્મમાં અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાનો કહેનારા ગ્રંથકારશ્રી ઉત્સુત્રભાષી ઠરશે. - અધ્યાત્મ-ધ્યાન-યોગની પ્રાપ્તિના 15 ઉપાયોમાં કુશીલનો સંગ છોડવાનું કહેનારા પૂ. મહોપાધ્યાયશ્રીજી પણ ખોટા ઠરશે.