________________ 28 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન રાજર્ષિને સમ્યગ્દર્શનની ભેટ આપીને વિપર્યય ટાળી આપ્યો હતો. તે જ પ્રભુએ ગોશાલાને ખુલ્લો પણ પાડ્યો છે. પાખંડીઓની સમાલોચના પણ કરી છે. અને સંસારી પક્ષના પોતાના જમાઈ જમાલિજી ઉન્માર્ગગામી બન્યા તો કાઢી પણ મૂક્યા છે. પ્રભુના જીવનના આ પ્રસંગો આપણા માટે નેત્રદીપક પૂરવાર થાય તેમ છે અને ભેળસેળ કરવાની કુટેવવાળા - આપણા મહાપુરુષોએ ઉન્માર્ગગામી-ઉત્સુત્રભાષી બનેલા ધુરંધર શિષ્યોને પણ સંઘમાંથી નિષ્કાસિત કર્યા છે. આ બધા ભૂતકાલિન ઘટનાચક્રો શાસ્ત્રના પાને અંકાયેલા છે. તેમાંથી એક જ સાર નીકળે છે કે. પ્રભુશાસનની મર્યાદામાં રહેવા જે તૈયાર હતા તેમને સુસ્વાગતમ્ કરવામાં આવ્યું હતું અને અંદર રહેલા પણ શાસનની મર્યાદાના ઉલ્લંઘન બન્યા તો તેમને વિદાય કરી દીધા છે. આથી યોગ્યને આવકારવો અને અયોગ્યથી દૂર રહેવું એ સંકુચિત સ્વમતિકલ્પનાથી નક્કી કરેલી ઉદારનીતિ હેજે કલ્યાણકારી નથી. કે સ્વતંત્રપતિ નહીં. આથી શાસ્ત્રનીતિ મૂકીને એકતાની વાતો ક્યારેય ન કરી શકાય. સૌથી પ્રથમ પ્રભુશાસનના સિદ્ધાંતો સર્વોપરી છે. તે સિદ્ધાંતોના અનુસરણથી જ આત્મહિત થાય છે. તે સિદ્ધાંતોને બાજુ પર મૂકીને કોઈપણ વિષયની વિચારણા કરવામાં આવે તો તે શાસ્ત્રનીતિથી વિરુદ્ધ છે. અહીં જ્યારે એકતાની વાત નિકળી જ છે, તો એમાં મને પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા.ના ઈતિહાસનું ભેદી પાનું પુસ્તકમાં આલેખાયેલા વિચારો ખૂબ ગમ્યા છે. વિશ્વમૈત્રીના પ્રતિનિધિઓએ ખાસ ખાસ એનું વારંવાર ચિંતન-મનન કરવા જેવું છે. તે પુસ્તકના અંશો અહીં પ્રસ્તુત છે -