________________ 29 પ્રશ્નોત્તરી $ “સિદ્ધાંતના ભોગે એકતા કદાપિ નહિ” (પુસ્તક : ઈતિહાસનું ભેદી પાનું) જૈન ધર્મના કહેવાતા આ ચારેય આમ્નાયમાં જેમ સ્વધર્મ પરંપરાને ચુસ્ત રીતે પાળનારાઓનો એક વર્ગ છે, તેમ તે દરેક આમ્નાયમાં આવા શ્રદ્ધાભ્રષ્ટોનો પણ વર્ગ છે. એ બધાય ભેગા થઈને બુદ્ધિવાદના ઓઠા નીચે પાંચમો ફીરકો જ ઊભો કરી રહ્યા છે. આ પાંચમો ફીરકો પણ ચારેય ફીરકામાંના બુદ્ધિજીવીઓનો બનેલો હોવાથી. આ લોકોએ પોતાની એકતા કરી છે. એમની એકતા સહેલાઈથી થાય તેવી પણ છે, કેમ કે, કોઈ પણ સિદ્ધાંતનો ત્યાગ કરી દેવામાં કે કોઈ પણ અપસિદ્ધાંતનો સ્વીકાર કરવામાં જે ટોળીની વૃત્તિ જોરમાં હોય તે ટોળીને એકતા કરવામાં જરાય મુશ્કેલી ન જ પડે. આવી સિદ્ધાંતહીન એકતાનું આ જૂથ જૈન ધર્મના ચારે ય આમ્નાયો ઉપર ત્રાટકી રહ્યું છે. મુહપત્તિ, મંદિર, સંવત્સરી, મુક્તિ, તીર્થ સંબંધિત મતભેદોને દફનાવી દેવાની વાતો દ્વારા મુહપત્તિ આદિ અંગના સિદ્ધાંતોને જ દફનાવી દેવાના હેતુથી, એણે ભારે ગોકીરો મચાવ્યો છે. - સિદ્ધાંતના ભોગે મતભેદો દૂર થતા હોય કે કજિયા દૂર થતા હોય તો ય તે ખોટું છે. લેશોનું ઉન્મેલન જરૂર સુંદર છે. પરંતુ સિદ્ધાંતનો ભોગ લઈને કદાપિ નહિ. લેણદાર પાસે સો રૂપિયા લેવાના નીકળે છે અને પ્રથમ તબક્કામાં જ તેની માંડવાળ કરી નાખીને તેની સાથે ક્લેશ પતાવી દેવાનું કામ કોઈ પણ શાણો વેપારી કરતો નથી. દેશ ઉપરના આક્રમણ વખતે શત્રુની માંગણી પૂરી કરી આપીને યુદ્ધનાં બજતાં નગારાં બંધ કરી દેવાનું એલાન આપનાર સેનાપતિ નિર્માલ્યા ગણાય છે. તિજોરી લૂંટીને જતા ચોર સાથે ક્લેશના ભયથી કશો ય મુકાબલો નહિ કરનાર માણસ મર્દ ગણાતો નથી, મુડદાલ ગણાય છે.